રૂપિયા 72.50 લાખના વિઝા ફ્રોડમાં મહારાષ્ટ્રથી બે આરોપી ઝડપાયા
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં વધુ બે આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં કમલાબાગ પોલીસને સફળતા મળી છે. આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચ આપી ખોટા વિઝા અને બનાવટી દસ્તાવેજોના આધાર
₹72.50 લાખના વિઝા ફ્રોડમાં મહારાષ્ટ્રથી બે આરોપી ઝડપાયા.


₹72.50 લાખના વિઝા ફ્રોડમાં મહારાષ્ટ્રથી બે આરોપી ઝડપાયા.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹72.50 લાખના વિઝા ફ્રોડ કેસમાં વધુ બે આરોપીઓને મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડવામાં કમલાબાગ પોલીસને સફળતા મળી છે. આરોપીઓએ વિદેશ મોકલવાની લાલચ આપી ખોટા વિઝા અને બનાવટી દસ્તાવેજોના આધારે ફરિયાદી સાથે રૂ. 72,50,005ની ઠગાઈ કરવામાં મદદ કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, શહેરના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા તથા કમલાબાગ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી. ગોજીયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. દરમ્યાન પોલીસે અનિલ દત્તાત્રેય રાઉત (ઉ.વ. 29), રહે. કરાડ, સતારા (મહારાષ્ટ્ર) અને નેહા પ્રદીપ ચવાન (ઉ.વ. 29), રહે. વડગાવ માવલ, પુણે (મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યા હતા. તપાસમાં બંનેએ પોતાના બેંક ખાતા અન્ય લોકોને ઉપયોગ માટે આપી ગુનામાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande