કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે ત્રણ દેશોની સત્તાવાર મુલાકાતે રવાના
ભાવનગર, 20 જુલાઈ (હિ.સ.)ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની ત્રણ દેશોની સત્તાવાર મુલાકાતે રવાના થયા છે. આ મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસમાં ભાવનગર-બોટાદના સાંસદ તથા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્
મુલાકાતે જઈ રહેલા મંત્રી


ભાવનગર, 20 જુલાઈ (હિ.સ.)ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમાનિયાની ત્રણ દેશોની સત્તાવાર મુલાકાતે રવાના થયા છે. આ મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસમાં ભાવનગર-બોટાદના સાંસદ તથા ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા પણ પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે જોડાયા છે. તેમની સાથે રાજ્યસભાના સાંસદ ડૉ. દિનેશ શર્મા અને લોકસભાના સાંસદ વિજય બઘેલ પણ ઉપસ્થિત છે.

પ્રવાસના પ્રથમ તબક્કામાં રાષ્ટ્રપતિ મુર્મુ મોલ્ડોવાની મુલાકાત લેશે, જે ભારતના કોઈપણ રાષ્ટ્રપતિની આ દેશની પ્રથમ ઐતિહાસિક મુલાકાત છે. અહીં તેઓ મોલ્ડોવાના રાષ્ટ્રપતિ માયા સાંદુ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે તેમજ સંસદના અધ્યક્ષ ઇગોર ગ્રોસુ, સંસદીય મૈત્રી સમૂહના સભ્યો અને ભારતીય સમુદાય સાથે મુલાકાત કરશે. ઉપરાંત બિઝનેસ ફોરમને પણ સંબોધશે.

બીજા તબક્કામાં 21થી 22 જુલાઈ દરમિયાન ઉત્તર મેસેડોનિયાની મુલાકાત યોજાશે, જે પણ ભારતના રાષ્ટ્રપતિની પ્રથમ મુલાકાત તરીકે નોંધાશે. ત્યારબાદ 23થી 25 જુલાઈ દરમિયાન રોમાનિયાની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ ત્યાંના રાષ્ટ્રપતિ, કાર્યકારી વડાપ્રધાન અને સેનેટના અધ્યક્ષ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.

આ સમગ્ર પ્રવાસ દરમિયાન કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિ ભાવનગર-બોટાદ વિસ્તાર માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે. ત્રણેય દેશોની આ મુલાકાત ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. વેપાર, રોકાણ, ટેક્નોલોજી, શિક્ષણ, નવીનતા અને લોકો વચ્ચેના પરસ્પર સહયોગને નવી દિશા અને ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande