રાણાવાવ નજીક કારની અડફેટે શ્રમિકનું મોત.
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.)રાણાવાવ તાલુકાના અમરદળ ગામના 54 વર્ષીય શ્રમિકનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બનાવ અંગે રાણાવાવ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ અમરદળ ગામના હાર
રાણાવાવ નજીક કારની અડફેટે શ્રમિકનું મોત.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.)રાણાવાવ તાલુકાના અમરદળ ગામના 54 વર્ષીય શ્રમિકનું માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નીપજતાં વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બનાવ અંગે રાણાવાવ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ મુજબ અમરદળ ગામના હારૂન ગુલમામ સમા (ઉ.વ. 54) પોતાના મોટરસાયકલ (GJ-25-M-5273) પર સિમેન્ટ ફેક્ટરીમાં નોકરીએ જવા નીકળ્યા હતા. ત્યારે રાણાવાવ નજીક રેલવે ફાટક નજીકગૌશાળા પાસે પહોંચતા તેમની બાઇકનો અન્ય બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા તેઓ રસ્તા પર પટકાયા હતા તે દરમ્યાન રસ્તા પરથી પસાર થઇ રહેલ અન્ય એક કાર તેમના પર ફરી વળતા તેમનું મોત નીપજ્યું હતું. GJ-25-AA-4819 નંબરની કારનો ચાલક પૂરઝડપે અને બેદરકારીપૂર્વક કાર ચલાવી રસ્તા પર પડેલા હારૂન સમા પર કાર ફરી વળતા તેમના માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ યુનુશભાઈ ગુલમામ સમાની ફરિયાદના આધારે રાણાવાવ પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande