રાણાવાવમાં સાઇકલ સવાર બાળકીને બાઇકચાલકે અડફેટે લીધી
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : રાણાવાવમાં ટ્યુશન જતી 10 વર્ષની બાળકીને બેદરકારીપૂર્વક બાઇક ચલાવતા અજાણ્યા ચાલકે અડફેટે લેતાં બાળકીને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ બાઇકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ રાણાવાવના વાડી પ્લોટ વિસ્તારમાં સ્વામિનારાયણ સ્કૂલ પાસે રહેતા અને નોકરી કરતા 39 વર્ષીય ભાવનાબેન અલ્પેશ ચનાભાઈ રાઠોડની 10 વર્ષની પુત્રી આરૂહી પોતાની સાઇકલ લઈને ઘરેથી ટ્યુશન જવા નીકળી હતી. દરમિયાન ઘરથી ઉત્તર તરફ આવેલી બીજી ચોકડી પાસે પહોંચતા લાલા પાનની ગલીમાંથી એક અજાણ્યો બાઇકચાલક પૂરઝડપે અને બેદરકારીપૂર્વક બાઇક હંકારી આવ્યો હતો. બાઇકચાલકે બાળકીની સાઇકલને ટક્કર મારતાં તે રોડ પર પટકાઈ હતી. અકસ્માતમાં બાળકીના જમણા ખભાની હાડકીમાં ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ બાઇકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

બનાવ અંગે ભાવનાબેન રાઠોડની ફરિયાદના આધારે રાણાવાવ પોલીસે ગુનો નોંધી ફરાર બાઇકચાલકની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande