પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા ચાર પ્રકારના કચરાના સેગ્રિગેશન અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું
પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર જાગૃતિ અભિયાન હાથ ધરી ચાર પ્રકારના કચરાના સેગ્રિગેશન અંગે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સેનિટેશન શાખાની ટીમ ઘરે-ઘરે પહોંચી ભીન
પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા ચાર પ્રકારના કચરાના સેગ્રિગેશન અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું.


પોરબંદર, 20 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર જાગૃતિ અભિયાન હાથ ધરી ચાર પ્રકારના કચરાના સેગ્રિગેશન અંગે નાગરિકોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સેનિટેશન શાખાની ટીમ ઘરે-ઘરે પહોંચી ભીનો કચરો, સૂકો કચરો, ઘરેલું જોખમી કચરો તથા સેનિટરી કચરો અલગ-અલગ એકત્રિત કરવાની પદ્ધતિ વિશે સમજાવી રહી છે.

આ અભિયાન દરમિયાન નાગરિકોને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, જાહેરમાં ગંદાપાણી ન છોડવા તેમજ પોતાના ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી રહી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગોના ફેલાવાને રોકવા માટે સ્વચ્છતા જાળવવાનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. ગંદકીના કારણે ફેલાતા રોગચાળાને અટકાવી શકાય અને નાગરિકોને સ્વચ્છ તથા આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે માટે સેનિટેશન શાખાની ટીમ દ્વારા સ્લમ વિસ્તારોમાં જઈ સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.

પોરબંદર મહાનગરપાલિકાની સેનિટેશન શાખા દ્વારા નાગરિકોને સ્વચ્છતા જાળવવા, ચાર પ્રકારના કચરાનું નિયમિત સેગ્રિગેશન કરવા તથા શહેરને સ્વચ્છ, સુંદર અને રોગમુક્ત બનાવવાના આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande