ભાવનગરમાં ચાંદીપૂરા વાયરસની પુષ્ટિ બાદ આરોગ્ય વિભાગ એલર્ટ, મેલાણા ગામમાં સઘન સર્વેલન્સ શરૂ
ભાવનગર,21 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામમાં ચાંદીપૂરા વાયરસનો કેસ નોંધાયા બાદ સમગ્ર જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. શ્રમિક પરિવારના એક બાળકનું ચાંદીપૂરા વાયરસના સંક્રમણથી મોત થયાની પુષ્ટિ થતાં આરોગ્ય વ
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી


ભાવનગર,21 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામમાં ચાંદીપૂરા વાયરસનો કેસ નોંધાયા બાદ સમગ્ર જિલ્લા આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. શ્રમિક પરિવારના એક બાળકનું ચાંદીપૂરા વાયરસના સંક્રમણથી મોત થયાની પુષ્ટિ થતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ગામમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈ બાળકોના આરોગ્યની તપાસ, સર્વે અને સ્ક્રીનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ખાસ કરીને 14 વર્ષથી ઓછી ઉંમરના તમામ બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તાવ અથવા અન્ય શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ ચાંદીપૂરા વાયરસના સંક્રમણ સાથે સંકળાયેલી સેન્ડફ્લાય (રેતીમાં રહતી માખી)ના પણ સેમ્પલ એકત્ર કરીને વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

જિલ્લા આરોગ્ય વિભાગને આ કામગીરીમાં આઈ.સી.એમ.આર. પોંડિચેરી અને ચેન્નઈની નિષ્ણાત ટીમનો સહયોગ મળી રહ્યો છે. નિષ્ણાતો સ્થળ પર પહોંચી આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને વાયરસના સ્ત્રોત, સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.

ડિસ્ટ્રિક્ટ સર્વેલન્સ ઓફિસર ડો. ચંદ્રકાંત કણઝરીયાએ જણાવ્યું કે મેલાણા ગામમાં ચાંદીપૂરા વાયરસનો કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ, મેડિકલ કેમ્પ અને સેમ્પલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તાવના દરેક શંકાસ્પદ કેસના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવશે. ઉપરાંત વાયરસ ફેલાવતા વેક્ટરનું પણ વિશ્લેષણ કરવામાં આવશે. આગામી અંદાજિત 14 દિવસ સુધી ગામમાં સતત આરોગ્ય દેખરેખ, જાગૃતિ અને નિવારક કામગીરી ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande