સુરતમાં 22 વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયરનું દુઃખદ અંત, નોકરી ન મળતાં જીવન ટૂંકાવ્યું
સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.) સુરતના અમરોલી વિસ્તારમાં 22 વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયર યુવકના આપઘાતની ઘટના સામે આવતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૂળ પાટણ જિલ્લાના વતની દર્શન રાજેન્દ્ર ભોજક પરિવાર સાથે અમરોલીના સ્વસ્તિક કોમ્પ્લ
Hanging


સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.) સુરતના અમરોલી વિસ્તારમાં 22 વર્ષીય કમ્પ્યુટર એન્જિનિયર યુવકના આપઘાતની ઘટના સામે આવતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૂળ પાટણ જિલ્લાના વતની દર્શન રાજેન્દ્ર ભોજક પરિવાર સાથે અમરોલીના સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં રહેતો હતો. કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે નોકરીની શોધમાં હતો. જોકે, અનેક પ્રયાસો છતાં તેની અપેક્ષા મુજબની નોકરી ન મળતાં તે છેલ્લા કેટલાક સમયથી તણાવમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

ઘટના સમયે દર્શનના માતા-પિતા ઘરની બહાર હતા અને તેની બહેન ઘરે હાજર હતી. બહેનને બાદમાં ભાઈની ગંભીર હાલતની જાણ થતાં પરિવારને ઘટનાની માહિતી મળી હતી. પોલીસને જાણ કરવામાં આવતા અમરોલી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

પોલીસને સ્થળ પરથી દર્શન દ્વારા લખાયેલી એક પાનાની અંગ્રેજી નોટ મળી હોવાનું જાણવા મળ્યું છે. તેમાં તેણે નોકરી ન મળવાને લઈને પોતાની નિરાશા અને પરિવાર પર પોતે બોજ બની રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી. પરિવારજનોના જણાવ્યા મુજબ, દર્શને નોકરી માટે અનેક ઇન્ટરવ્યૂ આપ્યા હતા, પરંતુ યોગ્ય તક અને પગાર ન મળતાં તે ચિંતિત રહેતો હતો. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande