પોરબંદર GIDCના સુભાષનગર વીજ ફીડરને ઉદ્યોગનગર ફીડરમાં મર્જ કરવાની માંગ
પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર GIDC ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેરએસોસિએશન દ્વારા GIDCમાં આવેલા સુભાષનગર ફીડરને ઉદ્યોગનગર ફીડરમાં મર્જ કરી નવું સબ ડિવિઝનફાળવવા PGVCL સમક્ષ રજૂઆતકરવામાં આવી છે. GIDC વિસ્તારમાં હાલ અંદાજે 200થી 250 ઉદ્યોગો કાર્યરત
પોરબંદર GIDCના સુભાષનગર વીજ ફીડરને ઉદ્યોગનગર ફીડરમાં મર્જ કરવાની માંગ


પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

GIDC ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેરએસોસિએશન દ્વારા GIDCમાં આવેલા સુભાષનગર ફીડરને ઉદ્યોગનગર ફીડરમાં મર્જ કરી નવું સબ ડિવિઝનફાળવવા PGVCL સમક્ષ રજૂઆતકરવામાં આવી છે. GIDC વિસ્તારમાં હાલ અંદાજે 200થી 250 ઉદ્યોગો કાર્યરત

છે અને તેને PGVCL દ્વારા બે ફીડરમાં વર્ગીકૃત કરવામાં આવ્યાછે.

રજૂઆત મુજબ આશરે 85 ટકા ઉદ્યોગો ઉદ્યોગનગર ફીડર હેઠળ આવેછે, જ્યારે 15 ટકા ઉદ્યોગો સુભાષનગર ફીડર હેઠળ આવે છે. સુભાષનગર ફીડર હેઠળ આવતા ઉદ્યોગકારોને PGVCL સંબંધિત વિવિધ વહીવટી કામગીરી માટે આશરે 4થી 5 કિમી દૂર જવું પડતું હોવાથી મુશ્કેલીનો સામનોકરવો પડે છે. વીજ પુરવઠો ખોરવાય ત્યારે પણ સમયસર રજૂઆત અને કામગીરી કરાવવામાં મુશ્કેલી પડતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે GIDC વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા ઉદ્યોગોના ઉત્પાદન પર સીધી અસર થઈ રહી છે. ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં રજૂઆત કરવા જતાં ઘણી વખત સમયસર સ્ટાફ ઉપલબ્ધન હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.રજૂઆતમાં GIDC વિસ્તારમાટે બે અલગ રિપેરિંગ કામગીરી કરી શકે તેવા સર્વિસમેન ફાળવવાની પણ માંગ કરવામાં આવી છે. અગાઉ આવા સર્વિસમેનની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ હાલમાં આ સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી એકાદ વીજખામીના કારણે ઉદ્યોગો 2થી 3 કલાક સુધી બંધ રહેતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

એસોસિએશનના પ્રમુખઅને મંત્રીએ PGVCLને અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનો ઉલ્લેખ કરી સુભાષનગર ફીડરને ઉદ્યોગનગર ફીડરમાં મર્જ કરી નવું સબ ડિવિઝન ફાળવવા તેમજ જરૂરી સર્વિસ સ્ટાફની તાત્કાલિક નિમણૂક કરવા માંગ કરી છે. સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશેતેવી ચીમકી પણ આપવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande