પીપીજી હાઈસ્કૂલમાં લોકશાહી ઢબે વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી
પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.) : પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે વર્ગ પ્રતિનિધિ, જનરલ સેક્રેટરી (જી.એસ.) અને લેડી રિપ્રેઝન્ટેટિવ (એલ.આર.)ની ચૂંટણી યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે
પીપીજી હાઈસ્કૂલમાં લોકશાહી ઢબે વર્ગ પ્રતિનિધિઓની ચૂંટણી


પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.) : પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે વર્ગ પ્રતિનિધિ, જનરલ સેક્રેટરી (જી.એસ.) અને લેડી રિપ્રેઝન્ટેટિવ (એલ.આર.)ની ચૂંટણી યોજાઈ હતી. વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ લોકશાહી ઢબે પ્રચાર કરી શાળાના વિકાસ, સ્વચ્છતા અને શિસ્ત અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ઉમેદવારોને ઊગતો સૂર્ય, ટેબલ પંખો અને ટ્રેક્ટર જેવા ચૂંટણી ચિહ્નો ફાળવાયા હતા. પોલિંગ ઓફિસર અને પ્રિસાઇડિંગ ઓફિસરની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું અને વિદ્યાર્થીઓને આંગળી પર શાહીનું નિશાન કરી વાસ્તવિક ચૂંટણીનો અનુભવ કરાવવામાં આવ્યો હતો.

મતદાન પૂર્ણ થયા બાદ ઉમેદવારો અને શિક્ષક નિરીક્ષકોની હાજરીમાં પારદર્શક રીતે મતગણતરી કરવામાં આવી હતી. વિજેતા ઉમેદવારોને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. નવચૂંટાયેલા હોદ્દેદારોએ શિસ્ત, સ્વચ્છતા, શાળાના નિયમોનું પાલન તથા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાના શપથ લીધા હતા.

આ પ્રસંગે આચાર્ય ડૉ. ઝેડ.એન. સોઢા, સુપરવાઈઝર હર્ષદ ડામોર, ગમન સુથાર અને કોઓર્ડિનેટર યોગેશ પટેલ સહિત સમગ્ર સ્ટાફે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટણીનું આયોજન ચૂંટણી કન્વીનર તરીકે વિપુલ ચૌધરી અને ડૉ. દાનેશ મોદીએ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande