પ્રશ્નાવડાનો યુવક ભારતીય વાયુસેનાની તાલીમ પૂર્ણ કરી વતન પરત: ગ્રામજનોએ ફૂલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું
ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ગામના વતની પરમાર નવનીતભાઈએ ભારતીય વાયુસેનાની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ પ્રથમ વખત વતન પરત ફરતા સમગ્ર ગામમાં ગૌરવ અને ખુશીની લાગણી છવાઈ હતી. નવનીતભાઈન
પ્રશ્નાવડાનો યુવક વાયુસેનાની (INDIN AIR FORCE) તાલીમ


ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) : ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નાવડા ગામના વતની પરમાર નવનીતભાઈએ ભારતીય વાયુસેનાની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ પ્રથમ વખત વતન પરત ફરતા સમગ્ર ગામમાં ગૌરવ અને ખુશીની લાગણી છવાઈ હતી.

નવનીતભાઈના વતન આગમનની જાણ થતાં જ પરિવારજનો સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમને આવકારવા માટે એકત્ર થયા હતા. નવનીતભાઈ ગામમાં પહોંચતા ગ્રામજનોએ ફૂલહાર પહેરાવી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી.

નાનકડા ગામમાંથી નીકળી નવનીતભાઈએ પોતાની મહેનત, લગન અને દૃઢ સંકલ્પના બળે ભારતીય વાયુસેનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. સશસ્ત્ર દળોમાં જોડાઈ દેશસેવાનો માર્ગ પસંદ કરવો એ ગૌરવની બાબત છે, ત્યારે નવનીતભાઈની આ સિદ્ધિથી પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

નવનીતભાઈની સફળતાથી માત્ર તેમના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર પ્રશ્નાવડા ગામનું ગૌરવ વધ્યું છે. ગામના યુવાને ભારતીય વાયુસેનામાં જોડાઈ દેશની સેવા કરવાનો માર્ગ પસંદ કરતાં ગ્રામજનોએ પણ તેમની સિદ્ધિને બિરદાવી હતી. તેમની આ સફળતા ગામના અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બની છે.

આ પ્રસંગે ગ્રામજનોએ નવનીતભાઈને દેશસેવા દરમિયાન ઉત્તમ કામગીરી કરીકોળીસમાજ પરિવાર, પ્રશ્નાવડા ગામ અને ગીર સોમનાથ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. નવનીતભાઈનું ગામમાં થયેલું ભવ્ય સ્વાગત સમગ્ર ગામની એકતા, દેશભક્તિ અને ગૌરવની લાગણીનું પ્રતિબિંબ બની રહ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande