હાજીપુર ડી.આઈ. પટેલ વિદ્યાસંકુલમાં બી.એડ.ના નૂતન તાલીમાર્થીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો
પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.) : પાટણથી 4 કિ.મી. દૂર હાજીપુર સ્થિત ડી. આઈ. પટેલ વિદ્યાસંકુલ ખાતે 11 ઓગસ્ટ, 2026ના રોજ બી.એડ.ના નૂતન તાલીમાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બી.એડ. સેમેસ્ટર-3ના તાલીમાર્થીઓ દ્વારા આયોજિત કાર્યક્રમની શરૂઆત સિદ્ધિ પટ
હાજીપુર ડી.આઈ. પટેલ વિદ્યાસંકુલમાં બી.એડ.ના નૂતન તાલીમાર્થીઓ માટે પ્રવેશોત્સવ યોજાયો


પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.) : પાટણથી 4 કિ.મી. દૂર હાજીપુર સ્થિત ડી. આઈ. પટેલ વિદ્યાસંકુલ ખાતે 11 ઓગસ્ટ, 2026ના રોજ બી.એડ.ના નૂતન તાલીમાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. બી.એડ. સેમેસ્ટર-3ના તાલીમાર્થીઓ દ્વારા આયોજિત કાર્યક્રમની શરૂઆત સિદ્ધિ પટેલના એન્કરિંગથી થઈ હતી. સંસ્થાના પ્રમુખ ડી. આઈ. પટેલ, ટ્રસ્ટી મિત્તલ પટેલ, આચાર્ય ડો. હરેશ તરાલ સહિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના અને પી.ટી.સી. વિભાગની તાલીમાર્થીઓ ધરતી તથા જીનલ દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હતું.

કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર તાલીમાર્થીઓનું તિલકવિધિ અને મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જાનકી દ્વારા ભજન તથા અંજલી દ્વારા લોકગીત રજૂ કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાન કડીમાં પ્રમુખ ડી. આઈ. પટેલ અને સુજાણપુર કોલેજના આચાર્ય જશવંત દ્વારા નૂતન તાલીમાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ, શિક્ષકની જવાબદારી અને વ્યવસાયિક અભિગમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમાર્થી પ્રિયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જ્યારે શ્રેયાએ સંસ્થામાં મળેલા અનુભવો શેર કર્યા હતા.

કાર્યક્રમના અંતે છાયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું માઇક્રો આયોજન અધ્યાપક મોના પટેલના માર્ગદર્શન હેઠળ બી.એડ. સેમેસ્ટર-3ના તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પી.ટી.સી. કોલેજના આચાર્ય રાજેશ રાવત, અધ્યાપકગણ તથા તાલીમાર્થીઓની ઉપસ્થિતિ રહી હતી. પ્રવેશોત્સવ દ્વારા નવા તાલીમાર્થીઓને સંસ્થાના શૈક્ષણિક વાતાવરણ સાથે પરિચિત કરાવી શિક્ષક તરીકેની જવાબદારી અને ભાવિ કારકિર્દી માટે પ્રેરણા આપવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande