કાલાવડ તાલુકાની વિવિધ શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં ખાલી જગ્યા ભરવા અંગે અરજી મંગાવવામાં આવી
જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક અને કુક કમ હેલ્પરની ખાલી પડેલી જગ્યાઓ માટે નિમણૂક કરવાની છે. જેમાં ધાંધલ પિપળીયા પ્રાથમિક શાળા, બેડીયા પ્રાથમિક શાળા, ખં
મધ્યાહન ભોજન


જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક અને કુક કમ હેલ્પરની ખાલી પડેલી જગ્યાઓ માટે નિમણૂક કરવાની છે. જેમાં ધાંધલ પિપળીયા પ્રાથમિક શાળા, બેડીયા પ્રાથમિક શાળા, ખંઢેરા તાલુકા શાળા, પિઠડધામનેસ વાડી શાળા, નાના બાદનપર પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુક અને કૂક કમ હેલ્પર તથા શીવનગર પ્રાથમિક શાળા, જુવાનપર પ્રાથમિક શાળા અને રાજસ્થળી પ્રાથમિક શાળામાં સંચાલક કમ કુકની ખાલી પડેલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

આ યોજનામાં સંચાલક તરીકે અરજી કરનાર ઉમેદવારો તે જ ગામના વતની અને ધો.૧૦ પાસ હોવા જોઈએ. જો ગામમાં આવી વ્યક્તિ ન મળે તો ધોરણ-૭ પાસ કરનાર અન્ય વ્યક્તિની નિમણૂક કરી શકાશે. આ ઉપરાંત ગામડાની વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વયક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે તથા ૨૦ વર્ષ થી ૬૦ વર્ષની વયમર્યાદા ધરાવતા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને સરકારશ્રીના નિયમો અનુસાર નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં આવશે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ તા.૧૮/૦૮/૨૦૨૬ સુધીમાં રજા સિવાયના દિવસોએ ૧૧:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક દરમ્યાન મામલતદાર કચેરી, કાલાવડ ખાતેથી ફોર્મ મેળવી નિયત સમય મર્યાદામાં પહોંચાડવાના રહેશે.

ઉમેદવારોએ અરજી ફોર્મની સાથે પરીક્ષા પાસ કર્યાના પ્રમાણપત્રો, જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ, લાઇટબિલ, ચુંટણીકાર્ડ, બેંક પાસબુકની નકલ તથા આધારકાર્ડ આ તમામની પ્રમાણિત નકલો તથા શારિરીક તંદુરસ્તી અંગેનું તબીબી પ્રમાણપત્ર, પોલીસ વેરીફીકેશન પ્રમાણપત્ર તેમજ સંપુર્ણ નામ, સરનામા, મોબાઈલ નંબરની વિગતો સહિત અરજી ફોર્મ તા.૧૮/૦૮/૨૦૨૬ ના રોજ સાંજે ૦૬:કલાક સુધીમાં રજુ કરવાના રહેશે. નિયત તારીખ અને સમય બાદના અરજી ફોર્મ ધ્યાનમાં લેવામાં આવશે નહિ. સંબંધિત અરજદારોએ ઈન્ટરવ્યૂ માટે તા.૨૦/૦૮/૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે પોતાના અસલ તમામ આધારો અને પ્રમાણપત્રો સાથે મામલતદાર કચેરી, કાલાવડ ખાતે હાજર રહેવા કાલાવડ મામલતદારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande