ગાંધીધામ કોર્ટના સજા વોરંટથી બચતો આરોપી LCBના હાથે ઝડપાયો, મુન્દ્રા-માંડવી વિસ્તારમાંથી કરી ધરપકડ
કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) કાયદાની પકડથી દૂર રહેવા સતત સ્થળ બદલતા અને સજા વોરંટ હોવા છતાં પોલીસની નજરથી બચી રહેલા એક આરોપીને પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. નામદાર ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ, ગાંધીધામ કો
માંડવી સજા વોરંટનો પકડાયેલ આરોપી


કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) કાયદાની પકડથી દૂર રહેવા સતત સ્થળ બદલતા અને સજા વોરંટ હોવા છતાં પોલીસની નજરથી બચી રહેલા એક આરોપીને પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. નામદાર ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ, ગાંધીધામ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સજા વોરંટના આધારે LCBએ કાર્યવાહી કરી આરોપીને કાયદાની હવાલે કર્યો છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, પકડાયેલ આરોપીની ઓળખ હબીબ કાસમભાઈ જીલાની તરીકે થઈ છે. આરોપી કચ્છના માંડવી તાલુકાના કોડાયપુલ વિસ્તારમાં આવેલી ફૂટ માર્કેટની સામે કાર્ગો ટ્રાન્સપોર્ટ સર્વિસની ઓફિસ સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ ગાંધીધામ કોર્ટમાંથી સજા વોરંટ જારી થયેલું હતું અને તે વોરંટની બજવણીથી બચવા માટે નાસતો ફરતો હતો.

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા તેમજ કોર્ટના વોરંટના આધારે ફરાર રહેતા આરોપીઓને ઝડપી પાડવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ આવા વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી એકત્રિત કરી હતી. તપાસ દરમિયાન હબીબભાઈ જીલાની અંગે મહત્વની બાતમી મળતાં ટીમે તેના સંભવિત ઠેકાણાઓ પર નજર રાખી હતી.

મળેલી ચોક્કસ માહિતીના આધારે LCBના જવાનોએ કોડાયપુલ વિસ્તારમાં કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને ગાંધીધામ કોર્ટના સજા વોરંટની બજવણી માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર કામગીરીમાં ASI દેવજી મહેશ્વરી, સુરજ વેગડા, હેડ કોન્સ્ટેબલ મૂળરાજગઢવી, લીલાભાઈ દેસાઈ તથા રાજેશ ગઢવી સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

પશ્ચિમ કચ્છ-ભુજ LCBની આ કાર્યવાહીથી કોર્ટના સજા વોરંટ બાદ પણ પોલીસથી બચી રહેલા આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. કાયદાની પ્રક્રિયાથી બચવા માટે લાંબા સમય સુધી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કોર્ટ સમક્ષ રજૂ કરવાની પોલીસની કામગીરી આગામી દિવસોમાં પણ યથાવત રહેવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande