વાયોરમાં LCBનો સપાટો: આધાર-પુરાવા વગરનો 20 ટન ભંગાર ઝડપાયો, ટ્રક સહિત રૂ.39 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) : વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર-પુરાવા વગર ભંગારની હેરફેર થતી હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. LCBની ટીમે વાયોર ગામમાંથી આશરે 20 હજાર કિલોગ્રામ ભંગાર ભરેલી 12 ટાયરની ટ્રક ઝડપી પાડી
ભંગાર સાથે પકડાયેલ આરોપી


ભંગાર સાથે પકડાયેલ આરોપી


ભંગાર સાથે પકડાયેલ આરોપી


કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) : વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર-પુરાવા વગર ભંગારની હેરફેર થતી હોવાની બાતમીના આધારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. LCBની ટીમે વાયોર ગામમાંથી આશરે 20 હજાર કિલોગ્રામ ભંગાર ભરેલી 12 ટાયરની ટ્રક ઝડપી પાડી છે. સમગ્ર કાર્યવાહીમાં ભંગાર અને ટ્રક સહિત કુલ રૂ.39 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા મળતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છ જિલ્લામાં ચોરીના બનાવોને અટકાવવા તેમજ ચોરી કે અન્ય ગેરકાયદેસર રીતે મેળવવામાં આવેલી ચીજવસ્તુઓની આધાર-પુરાવા વગર થતી હેરફેર સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ વાયોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો.

દરમિયાન ટીમ વાગોઠ ત્રણ રસ્તા નજીક પહોંચી ત્યારે ASI વિરેન્દ્રસિંહ જાડેજા અને સુરેન્દ્રસિંહ ઝાલાને ખાનગી રાહે માહિતી મળી હતી કે વાયોર ગામના બાપા દયાળુ નગર-2 વિસ્તારમાં ભીખાભાઇ બાલુભાઇ ચંદેરાના રહેણાક મકાન નજીક આવેલા ભંગારના વાડામાં એક 12 ટાયરની ટ્રક શંકાસ્પદ ભંગાર સાથે ઉભી છે. બાતમીને આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ટ્રકમાંથી મોટી માત્રામાં ભંગાર મળી આવ્યો હતો. પોલીસે કુલ 20,000 કિલોગ્રામ ભંગાર, જેની અંદાજિત કિંમત રૂ.24 લાખ છે, તેમજ GJ-12-AU-7554 નંબરની ટ્રક, જેની કિંમત રૂ.15 લાખ હોવાનું જણાવાયું છે, મળી કુલ રૂ.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે સ્થળ પરથી ઇસ્માઇલભાઇ સિધિકભાઇ લુહાર, રહે. જામા મસ્જિદની બાજુમાં, વાયોર, તા. અબડાસાની અટકાયત કરી છે. જ્યારે ભીખાભાઇ બાલુભાઇ ચંદેરાને નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યા છે. આદમ અબ્દુલ શેખ અને સુલેમાન નામના શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી છે અને તેમની ધરપકડ બાકી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

આ સમગ્ર કાર્યવાહી ASI વિરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિન સોલંકી, વિકેશ રાઠવા, હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા અને લાખા રબારીની ટીમે હાથ ધરી હતી. પોલીસે ભંગારના સ્ત્રોત અને તેની હેરફેર અંગે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande