ઊંઝામાં રોટરેક્ટ ક્લબની કેરમ સ્પર્ધા, 321થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) : યુવાનોમાં રમતગમત પ્રત્યેનો રસ વધારવા અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા રોટરેક્ટ ક્લબ ઊંઝા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેગા પ્રોજેક્ટ અંતર્ગત ભવ્ય કેરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝાની MRS સ્કૂલ ખાતે યોજ
ઊંઝામાં રોટરેક્ટ ક્લબની કેરમ સ્પર્ધા, 321થી વધુ વિદ્યાર્થીઓએ લીધો ભાગ


મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) : યુવાનોમાં રમતગમત પ્રત્યેનો રસ વધારવા અને તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવા રોટરેક્ટ ક્લબ ઊંઝા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેગા પ્રોજેક્ટ અંતર્ગત ભવ્ય કેરમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝાની MRS સ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ધોરણ 5થી લઈને કોલેજ કક્ષાના 321થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સ્પર્ધા દરમિયાન સમગ્ર દિવસ વિવિધ કેટેગરીમાં રસાકસીભરી કેરમ મેચો રમાઈ હતી. યુવા ખેલાડીઓએ પોતાની રમતની કુશળતા અને એકાગ્રતાનું પ્રદર્શન કરી ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. વિદ્યાર્થીઓમાં સ્પર્ધાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ મેગા પ્રોજેક્ટને સફળ બનાવવા રોટરેક્ટ ક્લબ ઊંઝાના પ્રમુખ રોહિલ પટેલ અને મંત્રી હિતેશ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચેરમેન ગરવીત પટેલ, કો-ચેરમેન રાજેન્દ્ર પટેલ, ગીનલ પટેલ, મનન પટેલ, મેહુલ પટેલ અને સાજન પટેલ સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

રોટરેક્ટ ક્લબના સભ્યો અને સાથી મિત્રોએ સમગ્ર આયોજનમાં હાજર રહી વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. સુચારુ આયોજન અને વ્યવસ્થાપનના કારણે સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.

રમતગમત સાથે વિદ્યાર્થીઓમાં શિસ્ત, એકાગ્રતા અને રમતદિલીની ભાવના વિકસે તેવો સંદેશ પણ આ આયોજનથી મળ્યો હતો. અંતે ‘જય હિન્દ, જય રોટરેક્ટ’ના નારા સાથે સ્પર્ધાનું સમાપન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande