હરિદ્વારથી શીહી સુધી 1200 કિમીની કાવડ યાત્રા, 13 દિવસ બાદ શિવભક્તોનું ભવ્ય સ્વાગત
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ અને શ્રી તેજગર ગુરુ મહારાજ પ્રત્યેની અખંડ શ્રદ્ધા સાથે ઊંઝા તાલુકાના શીહી ગામના શિવભક્તોએ હરિદ્વારથી શીહી સુધીની અંદાજે 1200 કિમીની કાવડ યાત્રા પૂર્ણ કરી હતી. 28 જુલાઈથી 9 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયે
હરિદ્વારથી શીહી સુધી 1200 કિમીની કાવડ યાત્રા, 13 દિવસ બાદ શિવભક્તોનું ભવ્ય સ્વાગત


મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) ભગવાન નીલકંઠેશ્વર મહાદેવ અને શ્રી તેજગર ગુરુ મહારાજ પ્રત્યેની અખંડ શ્રદ્ધા સાથે ઊંઝા તાલુકાના શીહી ગામના શિવભક્તોએ હરિદ્વારથી શીહી સુધીની અંદાજે 1200 કિમીની કાવડ યાત્રા પૂર્ણ કરી હતી. 28 જુલાઈથી 9 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયેલી આ 13 દિવસની પદયાત્રામાં ભક્તોએ કપરા સંજોગો વચ્ચે પણ અડગ મનોબળ સાથે યાત્રા પૂર્ણ કરી હતી.

હરિદ્વારથી પવિત્ર ગંગાજળ લઈને નીકળેલા કાવડિયાઓએ મુસળધાર વરસાદ, ગરમી અને શારીરિક થાકની પરવા કર્યા વિના સતત પગપાળા યાત્રા કરી હતી. સમગ્ર યાત્રા દરમિયાન ‘હર હર મહાદેવ’ અને ‘જય બોલ બમ’ના જયઘોષથી વાતાવરણ શિવમય બન્યું હતું.

કાવડિયાઓ શીહી ગામની સીમમાં પહોંચતા જ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારાના તાલ સાથે ફૂલવર્ષા કરી કાવડિયાઓનું ભાવભીનું સ્વાગત કરાયું હતું. યાત્રા પૂર્ણ થયા બાદ હરિદ્વારથી લાવવામાં આવેલા પવિત્ર ગંગાજળથી ભગવાન નીલકંઠેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કાવડિયાઓ અને ગ્રામજનોએ ગામ તેમજ સમગ્ર વિશ્વમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. આ કાવડ યાત્રા શ્રદ્ધા, સંકલ્પ, સેવાભાવ અને એકતાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande