
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.) : વિસનગરની શેઠ ગિરધરલાલ જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે MRI અને CT Scan જેવી આધુનિક તબીબી સુવિધાનો ઉમેરો થયો છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે 1.5 ટેસ્લા વાઇડ બોર 70 CM MRI મશીન અને 32 સ્લાઇસ CT Scan મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સુવિધાઓ ONGC મહેસાણા અને સાબરમતી ગેસ ગાંધીનગરના CSR સહયોગથી ઉપલબ્ધ થઈ છે. બંને સંસ્થાઓના સહયોગથી અંદાજે રૂ. 15 કરોડના ખર્ચે આ આધુનિક સાધનો હોસ્પિટલને મળ્યા છે. જેના કારણે વિસનગર સહિત આસપાસના વિસ્તારોના ગરીબ અને સામાન્ય દર્દીઓને સ્થાનિક કક્ષાએ જ જરૂરી તપાસની સુવિધા મળી શકશે.
આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો હેતુ જી.ડી. હોસ્પિટલને સંપૂર્ણ આરોગ્ય સંકુલ તરીકે વિકસાવવાનો છે. હોસ્પિટલમાં આધુનિક લેબોરેટરી પણ આકાર લઈ રહી છે, જેના કારણે આગામી સમયમાં A to Z ટેસ્ટની સુવિધા હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થશે.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. વિસનગર જેવી હોસ્પિટલોને આધુનિક સાધનોથી સજ્જ કરી દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર સ્થાનિક સ્તરે મળી રહે તે દિશામાં સરકાર સતત કામગીરી કરી રહી વિસનગરની શેઠ ગિરધરલાલ જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે MRI અને CT Scan જેવી આધુનિક તબીબી સુવિધાનો ઉમેરો થયો છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના હસ્તે 1.5 ટેસ્લા વાઇડ બોર 70 CM MRI મશીન અને 32 સ્લાઇસ CT Scan મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સુવિધાઓ ONGC મહેસાણા અને સાબરમતી ગેસ ગાંધીનગરના CSR સહયોગથી ઉપલબ્ધ થઈ છે. બંને સંસ્થાઓના સહયોગથી અંદાજે રૂ. 15 કરોડના ખર્ચે આ આધુનિક સાધનો હોસ્પિટલને મળ્યા છે. જેના કારણે વિસનગર સહિત આસપાસના વિસ્તારોના ગરીબ અને સામાન્ય દર્દીઓને સ્થાનિક કક્ષાએ જ જરૂરી તપાસની સુવિધા મળી શકશે.
આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારનો હેતુ જી.ડી. હોસ્પિટલને સંપૂર્ણ આરોગ્ય સંકુલ તરીકે વિકસાવવાનો છે.
હોસ્પિટલમાં આધુનિક લેબોરેટરી પણ આકાર લઈ રહી છે, જેના કારણે આગામી સમયમાં A to Z ટેસ્ટની સુવિધા હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થશે.
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. વિસનગર જેવી હોસ્પિટલોને આધુનિક સાધનોથી સજ્જ કરી દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર સ્થાનિક સ્તરે મળી રહે તે દિશામાં સરકાર સતત કામગીરી કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR