નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ અને સરકારી યોજનાઓના સેચ્યુરેશન માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
નવસારી, 11 ઓગસ્ટ (હિ.સ.) નવસારી ગ્રામ્ય વિસ્તારના આસુંદર, પ્રાથમિક શાળા, ખાતે સેવા સેતુ અને Government Scheme Saturation અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ નયનભાઈ પટેલ સહિત સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અં
નવસારી ગ્રામ્ય વિસ્તારમાં સેવા સેતુ અને સરકારી યોજનાઓના સેચ્યુરેશન માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો


નવસારી, 11 ઓગસ્ટ (હિ.સ.) નવસારી ગ્રામ્ય વિસ્તારના આસુંદર, પ્રાથમિક શાળા, ખાતે સેવા સેતુ અને Government Scheme Saturation અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ નયનભાઈ પટેલ સહિત સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ અંગે અગાઉથી વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હોવાથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સરકારી યોજનાઓના લાભથી કોઈ પાત્ર લાભાર્થી વંચિત ન રહે અને તમામ પાત્ર લાભાર્થીઓ સુધી યોજનાઓનો મહત્તમ લાભ પહોંચે તે માટે નાગરિકોને યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિવિધ યોજનાઓમાં સેચ્યુરેશન લેવલ હાંસલ કરવા માટે જનજાગૃતિ અને જરૂરી આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, આગામી 24 ઓગસ્ટ, 2026ના રોજ પિનસાડ ગામે દામોદેશ્વર કોમ્યુનિટી હોલ ખાતે તથા 25 ઓગસ્ટ, 2026ના રોજ કોળી પટેલ સમાજની વાડી, ખડસુપા બોર્ડિંગ, અષ્ટગામ ખાતે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની ADIP યોજના તથા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત લાભાર્થીઓને આવકના દાખલા મેળવવામાં સરળતા રહે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં પાત્ર લાભાર્થીઓ ઉપસ્થિત રહી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande