
પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.) : ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારંભમાં સિદ્ધપુર નગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹7.5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2026-27ના પ્રથમ હપ્તા તરીકે આ રકમ આપવામાં આવી હતી.
સમારંભમાં સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ રણજીતસિંહ સોલંકી, ઉપપ્રમુખ પ્રમોદ પટેલ અને ચીફ ઓફિસર કૃપેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ સહિતના અધિકારીઓ અને મંત્રીઓ હાજર રહ્યા હતા.
મહત્વનું છે કે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના પ્રયાસોથી ગત વર્ષે સિદ્ધપુર નગરપાલિકાનો વર્ગ ‘બ’માંથી ‘અ’માં કરવામાં આવ્યો હતો. વર્ગ સુધારાના કારણે નગરપાલિકાને હવે વધુ વિકાસલક્ષી ગ્રાન્ટ ji ji મળવાપાત્ર બની છે.
ચાલુ વર્ષ દરમિયાન સિદ્ધપુર શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે કુલ ₹13.50 કરોડની ગ્રાન્ટ મળવાની છે. આજે ફાળવાયેલી ₹7.5 કરોડની રકમ આ કુલ ગ્રાન્ટનો પ્રથમ હપ્તો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ