
પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.)ઉદ્યોગનગર
પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડીટેક્ટ મોટરસાઇકલ ચોરીના ગુનાનો પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી ચોરીની બાઇક સાથે એક યુવકને ઝડપી લીધો હતો.ખાપટમાં શિવમ મોલ નજીકની ગલી માંથી એક મહિના અગાઉ ચોરી કરાયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક પોલીસે કબજે કરી હતી.પોરબંદરગ્રામ્ય વિભાગના ડીવાયએસપી સુરજીત મહેડુ તથા ઇન્ચાર્જ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના PI સી.કે. કાતરીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ચોરીની બાઇકની શોધમાં હતો.દરમિયાન ASI ભાવિન કારેણા અને PC વિજય જોષીને બાતમી મળી હતી કે ચોરીની બાઇક સાથે એક શખ્સ બગવદરથી પોરબંદર તરફ આવી રહ્યો છે. પોલીસ દ્વારા ત્રણ માઇલ નજીક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન લાઇટ બંધ રાખીને અને નંબર પ્લેટ વગર બાઇક ચલાવીને આવતા યુવકને રોકી તપાસ કરવામાં આવતા બાઇકના કાગળો અંગે સંતોષકારક જવાબ ન મળતા પોલીસે યુક્તિ પૂર્વક પૂછપરછ કરતાં યુવકે પોતાનું નામ કેશુ ઉર્ફે વઘાર હમીરભાઇ ઓડેદરા (ઉં.વ. 27), રહે. નાગકા ગામ વાડી વિસ્તાર, પોરબંદર હોવાનું જણાવ્યું હતું. વધુ પૂછપરછમાં તેણે ખાપટ શિવમ મોલ નજીકની ગલી માંથી આશરે એક મહિના અગાઉ બાઇકચોરી કર્યાની કબૂલાત કરી હતી.પોલીસે GJ-25-L-4453 નંબરની કાળા રંગની સિલ્વર પટ્ટાવાળી હીરોસ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya