શ્રાવણ માસને અનુલક્ષીને ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર સજ્જ
- જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થા અંગેના સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ. ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) : આગામી તા. ૧૩ ઓગસ્ટના રોજથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે, ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એ
શ્રાવણ માસને અનુલક્ષીને ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર


- જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને કાયદો અને વ્યવસ્થા અંગેના સુચારુ આયોજન માટે બેઠક યોજાઈ.

ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) : આગામી તા. ૧૩ ઓગસ્ટના રોજથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે, ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્તોની દર્શન માટે સમગ્ર માસ દરમિયાન ભીડ રહે છે.

શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તોને કોઈ અગવડ ન પડે અને શાંતિપૂર્વક દર્શન થઈ શકે તે માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.

મંદિર અને તેના આસપાસના પરિસર ખાતે સુરક્ષા અને સલામતી જળવાય તે માટે જિલ્લા કલેકટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મિટિંગ જિલ્લા કલેકટર કચેરી, ઇણાજ ખાતે યોજાઈ હતી.

કલેકટરએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્તોને મંદિરમાં દર્શન અને સલામતી બાબતે કોઈ અગવડ ના પડે તે માટે તંત્ર દ્વારા કરવામાં આવનાર વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

ભાવિક ભક્તોને મંદિર તરફ આવવાના માર્ગમાં ટ્રાફિકની અગવડ ના પડે, ભીડમાં કોઈ દર્શનાથીને સ્વાસ્થ્યની સમસ્યા સર્જાય તો આરોગ્યની ફર્સ્ટ એઈડ સારવાર મળી રહે તે માટે ડેસ્ક, સલામતી અને પૂછપરછ માટેનો ડેસ્ક, પ્રસાદ અને ભોજન સહિતની વ્યવસ્થાઓ અંગે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી જે.વી. કાકડિયા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા મંદિર ટ્રસ્ટના અધિકારીઓ- કર્મચારીઓ જોડાયાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande