

પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર
જિલ્લામાં વરસાદના અભાવે ખેડૂતોઅને પશુપાલકોની સ્થિતિ કથળી રહી હોવાથી જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત
જાહેર કરી રાહતના પગલાં ભરવાની માંગ ઉઠી છે.માલધારીઓ અને પશુપાલકો માટે લીલા તેમજ સૂકા ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે.
ગયા વર્ષે કમોસમી વરસાદના કારણે પશુઓ
માટેનો ઘાસચારો મોટા પ્રમાણમાં બગડી ગયો હતો, જ્યારે ચાલુ વર્ષે જરૂરી વરસાદ નહીં
પડતાં પશુધન માટે ચારો મેળવવો મુશ્કેલ બન્યો
છે.ખેડૂતો દ્વારા વાવણી સમયે સારો વરસાદ પડશે તેવી આશાએ વાવણી કરવામાં આવી હતી. પરંતુ વાવણી
બાદ જરૂરી પ્રમાણમાં વરસાદ નહીં પડતાં
પાકને પૂરતું પાણી મળ્યું નથી અને અનેક વિસ્તારોમાં
પાક સુકાઈ જવાની સ્થિતિમાં છે.ખેડૂતોને બિયારણ, ખાતર, દવા, મજૂરી અનેટ્રેક્ટર સહિતના ખર્ચ પાછળ વિઘે ₹6 હજારથી વધુનો ખર્ચથઈ ચૂક્યો છે. હવે પૂરતો
વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર ગંભીર અસર થવાની ભીતિ છે.રજૂઆતમાં સરકાર સમક્ષ પોરબંદર જિલ્લાના ખેડૂતોના પાક ધિરાણની લોન માફકરવાની પણ માંગ કરવામાં આવી છે.સાથે જ પાક નુકસાનનો તાત્કાલિક સર્વે
કરાવી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા તથા વિશેષ રાહત પેકેજ જાહેર કરવા રજૂઆત કરાઈ છે.આ ઉપરાંત આગામી વાવણી માટે ખેડૂતોને જરૂરી બિયારણ અને ખેતી સામગ્રીમાં સહાય આપવા પણ માંગ કરાઈ છે. પશુપાલકો માટે તાત્કાલિક ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની
માંગ સાથે રજૂઆતમાં જણાવાયું છે કે ખેડૂત
બચશેતો ખેતી બચશે અને ખેતી બચશે તો દેશની અર્થવ્યવસ્થા મજબૂત રહેશે.સરકાર ખેડૂતો અને પશુપાલકોની ગંભીરપરિસ્થિતિને ધ્યાને લઈ તાત્કાલિક
રાહતના પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya