ક્રિકેટ અંડર-16 ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ માટે પોરબંદરની ટીમ જાહેર
પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આયોજન હેઠળ રમાનારી આગામી ઈન્ટરડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ માટે અંડર-16 ટીમની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનના ઉપપ્રમુખ પવન શિયાળ અન
ક્રિકેટ અંડર-16 ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ માટે પોરબંદરની ટીમ જાહેર


પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન

દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આયોજન હેઠળ રમાનારી આગામી ઈન્ટરડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ માટે અંડર-16 ટીમની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનના ઉપપ્રમુખ પવન શિયાળ અને સેક્રેટરી હિતેશ સોનેરી દ્વારા જાહેર કરાયેલી ટીમમાં દ્વિજ દેવાણીની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે જેનિલ ઠક્કર અને કાવ્યા બારૈયાનો વિકેટકીપર તરીકે સમાવેશ કરાયો છે.ટીમમાં દ્વિજદેવાણી (કેપ્ટન), જેનિલ ઠક્કર (વિકેટકીપર), કાવ્યા બારૈયા (વિકેટકીપર), અંશસિંઘ રાજપૂત, યુગ મોઢવાડીયા, પદ્મનાભ એરડા, અર્પિત શર્મા, ગ્રંથ ઓડેદરા, મીત ભરડવા, દેવાંગ ખૂંટી,

ભારતબાલૂન દવા, જય ગઢીયા, આદિત્ય ગોહેલ, પ્રશાંત ઓડેદરા, વરુણ ગોઢાણીયા, આર્યવિર ઝાલા, વંશ કેશવાની અને નિશાંત બાદરશાહીનો સમાવેશ થાય છે.

સ્ટેન્ડબાય ખેલાડીઓમાં ભવ્ય મોરી, મન ધોલરીયા,

પિનાક વ્યાસ, નૈતિક ખૂંટી, શુભ ગોહેલ અને મીત પીપોતરાની પસંદગી કરવામાં આવી છે. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને પસંદ થયેલા તમામ ખેલાડીઓને આગામી ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ પાઠવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande