
પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર
શહેરના છાંયા રઘુવંશી પાસે આવેલી વૃંદાવન સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોરબંદર LCBએ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળપરથી રૂ.12,540 રોકડા અને ગંજીપત્તાના 52 પાના સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા
હેઠળ ગુનો નોંધ્યો છે.પોરબંદર SP ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લામાં દારૂ-જુગારની ગેરકાયદે
પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.
LCB I/C PI આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ
પેટ્રોલિંગમાં હતો ત્યારે ASI બટુકભાઈ વિંઝુડાને મળેલી બાતમીના આધારે વૃંદાવન સોસાયટીમાં દરોડો
પાડવામાં આવ્યો હતો. સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં
ગંજીપત્તાથી જુગાર રમતા ખીમજી ગોવિંદભાઈ જોષી (58), નિલેશ ઉર્ફે હનુમાન મુકેશભાઈ રાઠોડ (32) અનેરાજુ હીરજીભાઈ ચૌહાણ (51)ને ઝડપી લેવાયા હતા. પોલીસે ત્રણેય
સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya