વેરાવળમાં ડો.આંબેડકર પાર્ક ખાતેથી તિરંગા યાત્રા યોજાશે
- દેશ ભક્તિના રંગો સાથે જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ, નાગરિકો આ યાત્રામાં જોડાશે. ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) : નાગરિકોમાં દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત બુધવારે ટાવર ચોક પાસે આવેલા ડો.આંબેડકર પા
આવતીકાલે ડો.આંબેડકર પાર્ક ખાતેથી તિરંગા યાત્રા


- દેશ ભક્તિના રંગો સાથે જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ, નાગરિકો આ યાત્રામાં જોડાશે.

ગીર સોમનાથ, 11 ઓગસ્ટ (હિ.સ.) : નાગરિકોમાં દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર જિલ્લામાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત બુધવારે ટાવર ચોક પાસે આવેલા ડો.આંબેડકર પાર્કથી “તિરંગા યાત્રા” યોજાશે.

આ તિરંગા યાત્રા ટાવર ચોકથી સટ્ટા બજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, એમ.જી.રોડ, શાક માર્કેટ થઇને પરત ડો.આંબેડકર પાર્ક ખાતે સંપન્ન થશે.

આ યાત્રાની તૈયારીઓ ભાગરૂપે આજે પ્રાંત ઓફિસ, વેરાવળ ખાતે પ્રાંત અધિકારી જે.વી.કાકડિયાના અધ્યક્ષસ્થાને અધિકારીઓ-પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી.

પ્રાંત અધિકારીએ “હર ઘર તિરંગા” અભિયાનને વધુ વેગવાન બનાવવા અને તિરંગાના સન્માનમાં દરેક નાગરિક સહભાગી બને તેવું સુદ્રઢ આયોજન કરવા પર આ બેઠકમાં ભાર મૂક્યો હતો.

રાષ્ટ્રાભિમાનના આ અવસરમાં જિલ્લાના સૌ નાગરિકો જોડાઈ અને દેશના ગર્વમાં સહભાગી બને તે માટે જિલ્લામાં યોજાનાર તિરંગા યાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત, તિરંગા યાત્રા સાથે સ્વચ્છતાનું પણ કેમ્પેઈન અગ્રેસર બની ચલાવવામાં આવશે. આ રીતે સ્વચ્છતા સાથે રાષ્ટ્રીય પર્વની જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે.

યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા અને ગ્રામ્ય મામલતદાર સંજય બારૈયાએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નિબંધ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા, રંગોળી સ્પર્ધાનું જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની યાત્રા સાથે તાલુકા કક્ષાએ પણ તિરંગા યાત્રાનું આયોજન કરાશે.

'હર ઘર તિરંગા'ની ઉજવણીમાં જિલ્લાના તમામ નાગરિકો ભાગ લે તે માટેનું આયોજન કરવાની બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો.સંજય પરમાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ઉપપ્રમુખ હેમીબેન જેઠવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande