અંબાજીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ-2026નો પ્રારંભ.સંગઠન શક્તિ, શિસ્ત અને જનસેવાના સંકલ્પ સાથે ભાજપના કાર્યકર્તાઓને માર્ગદર્શન
અંબાજી 11 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંગઠનાત્મક રીતે વધુ સજ્જ, સક્રિય અને જવાબદાર બનાવવા માટે અંબાજીના ઉમિયાધામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ-2026નો ભવ્ય પ્રારંભ થયો હતો. ત્રણ દિવસીય આ પ્રશિક્ષણ વર્ગના પ્રારંભ પ
ambaji-bjp-no-abhas-varg-yojay


ambaji-bjp-no-abhas-varg-yojay


અંબાજી 11 ઓગસ્ટ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંગઠનાત્મક રીતે વધુ સજ્જ, સક્રિય અને જવાબદાર બનાવવા માટે અંબાજીના ઉમિયાધામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ-2026નો ભવ્ય પ્રારંભ થયો હતો. ત્રણ દિવસીય આ પ્રશિક્ષણ વર્ગના પ્રારંભ પ્રસંગે ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.દીપ પ્રાગટ્ય સાથે પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ, વાવ-થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. નરેશ ઠાકોર, સંગઠન પ્રભારી વિશાલ પટેલ તેમજ ધારાસભ્ય કેશાજી ઠાકોર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

અંબાજીની પવિત્ર ધરતી પર યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં વાવ-થરાદ જિલ્લાના વિવિધ મંડળોના પ્રમુખો, સંગઠનના હોદ્દેદારો તેમજ સક્રિય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રશિક્ષણ વર્ગના પ્રારંભ પ્રસંગે કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યેનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા જોવા મળી હતી. પ્રશિક્ષણ દરમિયાન કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત બનાવવા, પરસ્પર સંકલન જાળવવા અને શિસ્તબદ્ધ રીતે સંગઠનાત્મક જવાબદારીઓ નિભાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

પ્રશિક્ષણ વર્ગમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસકાર્યોની માહિતી સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા અંગે પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓ સરકાર અને જનતા વચ્ચે સેતુરૂપ બનીને લાભાર્થીઓને યોજનાઓનો યોગ્ય લાભ અપાવે તે માટે પ્રેરણા આપવામાં આવી હતી.વક્તાઓ દ્વારા કાર્યકર્તાઓને સંદેશ આપવામાં આવ્યો હતો કે સંગઠનનો કાર્યકર્તા માત્ર ચૂંટણીના સમય પૂરતો સક્રિય ન રહે, પરંતુ વર્ષના 365 દિવસ સમાજની વચ્ચે રહી સેવા, જનસંપર્ક અને સંગઠનનું કાર્ય કરે.પ્રશિક્ષણ વર્ગમાં સંગઠન શક્તિ, સામર્થ્ય, શિસ્ત અને કાર્યકર્તાઓ વચ્ચેના સંકલનને મહત્વ આપવામાં આવ્યું હતું. બદલાતા સમય સાથે સંગઠનાત્મક કાર્યપદ્ધતિમાં નવીનતા લાવવા તેમજ લોકોની સમસ્યાઓને સમજવા અને તેના નિરાકરણ માટે સક્રિય રીતે જોડાવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો અને ભાજપની સંગઠનાત્મક કાર્યપદ્ધતિને કેન્દ્રમાં રાખીને યોજાઈ રહેલા આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ કાર્યકર્તાઓમાં વિચારધારાની સમજણ વધુ મજબૂત બનાવવાનો તેમજ સમાજ અને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની ભાવનાને પ્રબળ બનાવવાનો છે.શંકર ચૌધરીએ પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું પ્રશિક્ષણ વર્ગ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા પ્રદર્શનના ફોટોગ્રાફનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દર્શનની માહિતી અને રજૂઆત નિહાળી તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો.અંબાજી ખાતે યોજાયેલા આ ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગને વાવ-થરાદ જિલ્લા ભાજપ માટે મહત્વપૂર્ણ સંગઠનાત્મક કાર્યક્રમ તરીકે જોવામાં આવી રહ્યો છે. “મજબૂત સંગઠન, શિસ્તબદ્ધ કાર્યકર્તા અને જનસેવા”ના સંકલ્પ સાથે યોજાયેલા આ પ્રશિક્ષણથી કાર્યકર્તાઓમાં નવી ઊર્જા, નવી દિશા અને નવી જવાબદારીનો સંચાર થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande