જૂનાગઢ જિલ્લા અને શહેર કક્ષાની 'જવાહર નહેરુ હોકી સ્પર્ધા ૨૦૨૬-૨૭'નું આયોજન: તા. ૧૩ ઓગસ્ટ ના રોજ આરંભ થશે
જુનાગઢ 11 ઓગસ્ટ (હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જુનાગઢ દ્વારા જવાહર નહેરુ હોકી જિલ્લા કક્ષા સ્પર્ધા ૨૦૨૬-૨૭નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય (જિલ્લા) વિસ્તારની તમામ પ્રાથમિક,
જૂનાગઢ જિલ્લા અને શહેર કક્ષાની 'જવાહર નહેરુ હોકી સ્પર્ધા ૨૦૨૬-૨૭'નું આયોજન: તા. ૧૩ ઓગસ્ટ ના રોજ આરંભ થશે


જુનાગઢ 11 ઓગસ્ટ (હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જુનાગઢ દ્વારા જવાહર નહેરુ હોકી જિલ્લા કક્ષા સ્પર્ધા ૨૦૨૬-૨૭નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય (જિલ્લા) વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જૂનાગઢ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ-જૂનાગઢ ખાતે તારીખ ૧૨/૦૮/૨૦૨૬ સુધીમાં શાળાના લેટરપેડ પર જરૂરી વિગતો સાથેનું પ્રવેશપત્ર રૂબરૂ પહોંચાડવાનું રહેશે. સ્પર્ધા મુખ્યત્વે ત્રણ વયજૂથમાં યોજાશે: (૧) અંડર-૧૫ નહેરુ સબ-જુનિયર હોકી (ભાઈઓ - જન્મતારીખ ૦૧/૧૧/૨૦૧૧ કે ત્યાર પછી), (૨) અંડર-૧૭ નહેરુ જુનિયર હોકી (ભાઈઓ - જન્મતારીખ ૦૧/૧૧/૨૦૦૯ કે ત્યાર પછી), અને (૩) અંડર-૧૭ નહેરુ જુનિયર હોકી (બહેનો - જન્મતારીખ ૦૧/૧૧/૨૦૦૯ કે ત્યાર પછી). આ વયજૂથ માટે કટ-ઓફ ડેટ ૩૧/૧૦/૨૦૨૬ ધ્યાને લેવામાં આવશે તેમજ એક શાળામાંથી એક વયજૂથમાં એક જ એન્ટ્રી માન્ય ગણાશે.

સ્પર્ધાનું આયોજન તારીખ ૧૩/૦૮/૨૦૨૬ ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં જૂનાગઢ ગ્રામ્યની સ્પર્ધાઓ સવારે ૦૮:૦૦ કલાકે અને જૂનાગઢ શહેરની સ્પર્ધાઓ સવારે ૧૦:૦૦ કલાકે શરૂ થશે. આ સ્પર્ધા હોકી ઈન્ડિયા ફેડરેશન (HIF) તથા જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ સોસાયટીના નિયમો અનુસાર યોજાશે, અને જિલ્લા કક્ષાએ વિજેતા બનનાર ટીમ જ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જઈ શકશે. વધુ માહિતી અને વિગતો માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ (મો. ૭૮૫૯૯ ૪૬૯૮૪) પર સંપર્ક કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande