જૂનાગઢ રોજગાર કચેરી દ્રારા તા. ૧૪ ઓગસ્ટના રોજ ભરતી મેળો
જુનાગઢ 11 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૧૪ ઓગસ્ટના રોજ ભરતીમેળો યોજાશે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તારીખ ૧૪ ઓગસ્ટ ના રોજ સવારે ૧૦:૩૦કલાકે જિલ્લા રોજગાર કચેરી,બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે ભરતીમેળાનુ
જૂનાગઢ રોજગાર કચેરી દ્રારા તા. ૧૪ ઓગસ્ટના રોજ ભરતી મેળો


જુનાગઢ 11 ઓગસ્ટ (હિ.સ.)

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૧૪ ઓગસ્ટના રોજ ભરતીમેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તારીખ ૧૪ ઓગસ્ટ ના રોજ સવારે ૧૦:૩૦કલાકે જિલ્લા રોજગાર કચેરી,બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે ભરતીમેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

આ ભરતી મેળામાં આઇ.ટી.એમ એજ્યુટેક ઇન્ડિયા પ્રા.લી. (આઇ.સી.આઇ.સી.આઇ. બેંક માટે), એસ.એમ.એફ.જી. ઇન્ડિયા ક્રેડિટ કંપની લી., કટારીયા ઓટો, તથા ભવ્ય પેલેસે હોટેલ જૂનાગઢ નોકરીદાતાઓ હાજર રહેવાના છે. જેમા વિવિધ લાયકાત અને અલગ અલગ જગ્યાઓ માટે ફક્ત સ્નાતક, કે ડિપ્લોમા ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર (૧૮ વર્ષ થી ૨૫ વર્ષ) સુધીના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande