
જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લામાં આવેલ સોયલ પ્રાથમિક શાળા ખાતે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત રૂ.5 લાખના ખર્ચે આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરી માટે આર્થિક સહયોગ રાજકોટ વાડીનાર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ (સેકુરા ગ્રુપ કંપની) દ્વારા આપવામાં આવ્યો છે.
લાઇબ્રેરીના લોકાર્પણ પ્રસંગે વૈભવ ભંડારી, મોહન કોલ્લી, ધવલ વ્યાસ તથા તેજસ ભિંડી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
નવી લાઇબ્રેરીના નિર્માણથી વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેની રુચિ વધશે તેમજ તેમના જ્ઞાન અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે. શાળા પરિવાર તેમજ ગ્રામજનો દ્વારા દાતા સંસ્થા અને ઉપસ્થિત મહાનુભાવોના આ આધુનિક લાઈબ્રેરીના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt