આંબાપુરામાં રણુજા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ, છેલ્લા સાત વર્ષથી આ સેવાકાર્ય કરવામાં આવે છે
પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ તાલુકાના આંબાપુરા ગામના રેલવે ફાટક નજીક આવેલા રામદેવપીર મંદિર ખાતે રણુજા પગપાળા જતા પદયાત્રીઓ માટે સાતમા વર્ષે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે. આંબાપુરા મિત્ર મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વારા છેલ્લા સાત વર્ષથી આ સે
આંબાપુરામાં રણુજા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ, છેલ્લા સાત વર્ષથી આ સેવાકાર્ય કરવામાં આવે છે.


પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ તાલુકાના આંબાપુરા ગામના રેલવે ફાટક નજીક આવેલા રામદેવપીર મંદિર ખાતે રણુજા પગપાળા જતા પદયાત્રીઓ માટે સાતમા વર્ષે સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે. આંબાપુરા મિત્ર મંડળ અને સમસ્ત ગ્રામજનો દ્વારા છેલ્લા સાત વર્ષથી આ સેવાકાર્ય કરવામાં આવે છે.

સરપંચ ઈશ્વરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2020માં બાવળોથી ઘેરાયેલી જગ્યાએ રૂ. 1.21 લાખના દાનથી સેવા કેમ્પની શરૂઆત થઈ હતી, જે આજે વટવૃક્ષ સમાન બની છે. યુવક મંડળના 20 યુવાનો પણ દર વર્ષે રૂ. 3,500નો ફાળો આપી સેવા કાર્યમાં યોગદાન આપે છે.

સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ચા, નાસ્તો, ભોજન તેમજ રાત્રિ રોકાણ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેમ્પના શુભારંભ પ્રસંગે મંદિર પરિસરમાં ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રસંગે પાટણ APMC ચેરમેન સ્નેહલભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ રાહુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય મનીષાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય ખોડાજી ઠાકોર સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આરતી-દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande