'નવ ભારત સાક્ષરતા' કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથમાં 15 વર્ષથી મોટી ઉંમરના નિરક્ષરોને અપાશે અક્ષરજ્ઞાન
ગીર સોમનાથ, 12 ઓગસ્ટ (હિ.સ.) : સાક્ષરતા દર વધારવા અને નિરક્ષરતા નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી ''નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ'' ચલાવવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લાના અક્ષરજ્ઞાનવિહિન લોકોને ઓળખી તેઓને સાક્ષર કરવામાં આવે છે. આ યોજના
નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ' જિલ્લામાં ૧૫ વર્ષથી મોટી ઉંમરના


ગીર સોમનાથ, 12 ઓગસ્ટ (હિ.સ.) : સાક્ષરતા દર વધારવા અને નિરક્ષરતા નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ થી 'નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ' ચલાવવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લાના અક્ષરજ્ઞાનવિહિન લોકોને ઓળખી તેઓને સાક્ષર કરવામાં આવે છે.

આ યોજનાના અમલીકરણ અને આયોજન માટે આજે જિલ્લા સેવા સદન, ઈણાજ નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરએ 'નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ' અંતર્ગતની યોજનાના સુચારું અમલીકરણ માટે વિવિધ સમિતિની રચના અને તેના કાર્યો નિયત કરી જિલ્લામાં બાકી રહેલા અક્ષરજ્ઞાનથી વંચિત લોકોનો સર્વે કરી, આવા લોકોની ઓળખ કરી તેઓ અક્ષરજ્ઞાન મેળવે એ માટેના સમૂચિત પગલા લેવા માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટરએ વહીવટી, તકનીકી અને શૈક્ષણિક એમ દરેક પ્રકારની કામગીરી નિયત કરી અને ગ્રામ્યકક્ષા સુધીની સમિતિઓની રચના અને નિયત થયેલા કાર્યો મુજબની કામગીરી સુનિશ્ચિત થાય એ દિશામાં કાર્ય કરવા નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓને જણાવ્યું હતું.

નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી અલ્પાબહેન તારપરાએ સાક્ષરતા પ્લાન, વિવિધ વિભાગો સાથે સંકલન, જિલ્લા-તાલુકા ટ્રેનર્સની તાલીમ, કાર્યક્રમનું દસ્તાવેજીકરણ અને સમયાંતરે સાક્ષરતાના મૂલ્યાંકનની પરીક્ષા વિશે માહિતી રજૂ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 'નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ' અંતર્ગત સમગ્ર જિલ્લામાં વાંચતા-લખતાં ન આવડતું હોય એવા લોકોને શોધી અને અક્ષરજ્ઞાન આપવામાં આવશે. આ માટે પ્રાથમિક શાળાઓમાં સામાજીક ચેતના કેન્દ્ર ઉભા કરી અને વૉલેન્ટિયર દ્વારા ૧૫ વર્ષથી મોટી ઉંમરના નિરક્ષરોને અક્ષરજ્ઞાન આપવામાં આવશે.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી.બોરીચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશોક પટેલ, ડાયેટ પ્રાચાર્ય વી.એમ.પંપાણિયા સહિત રોજગાર વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande