રાજ્યમાં આગામી બે દિવસ ભારે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું
અમદાવાદ, 12 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં આગામી બે દિવસ ભારે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદ
Heavy rains predicted in 5 districts of the state for the next two days


અમદાવાદ, 12 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્યમાં આગામી બે દિવસ ભારે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની અસરને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ રહેશે. આગામી બે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 3% વધુ વરસાદ

હવામાન વિભાગે આજે 12 ઓગસ્ટના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો જાહેર કર્યું છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધી સામાન્ય કરતાં 3 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સ્થિતિ વિપરીત છે. બંને વિસ્તારોમાં સામાન્ય કરતાં 21 ટકા ઓછો વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande