જામ જોધપુર તાલુકાના શેઠવડાળામાં દુકાનોના તાળા ફંફોળતા બે શખસો ઝબ્બે
જામનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુરના શેઠવડાળા ટાઉનની મેઇન બજાર વિસ્તારમાં મોડી રાત્રે દુકાનોના તાળા તપાસી મિલકત વિરુદ્ધનો ગુનો આચરવાની તૈયારીમાં ફરતા બે શખ્સોને શેઠવડાળા પોલીસે ઝડપી લીધા હતા. આ અંગે મળતી વિગતો મુજબ, શેઠવડાળા પોલી
ધરપકડ


જામનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના જામજોધપુરના શેઠવડાળા ટાઉનની મેઇન બજાર વિસ્તારમાં મોડી રાત્રે દુકાનોના તાળા તપાસી મિલકત વિરુદ્ધનો ગુનો આચરવાની તૈયારીમાં ફરતા બે શખ્સોને શેઠવડાળા પોલીસે ઝડપી લીધા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ, શેઠવડાળા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાત્રિ પેટ્રોલિંગમાં હતા ત્યારે શેઠવડાળા ટાઉન વિસ્તારમાં આવેલા મેઇન બજારમાં બે શખ્સો મોડી રાત્રે અંધારામાં લપાતા-છુપાતા દુકાનોના તાળા તપાસતા હોવાની હિલચાલ ધ્યાને આવી હતી.

પોલીસે બંને શખ્સોને ઝડપી લઈ પૂછપરછ કરતાં તેઓ આમીન સુલેમાન ખફી સુમરા (45) અને સીમ ઇસ્માઇલભાઈ ખીરા સુમરા (23) હોવાનું બહાર આવ્યું હતું.

બંને શખ્સો કોઈ મિલકત વિરુદ્ધનો ગુનો કરવાની તૈયારીમાં દુકાનોના તાળા તપાસતા મળી આવતા પોલીસે તેમની સામે જી.પી. એક્ટની કલમ 122(સી) મુજબ કાર્યવાહી કરી શેઠવડાળા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande