જૂનાગઢ જેલના બંદીવાનો માટે નશામુક્ત ભારત અભિયાન અન્વયે જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો
જુનાગઢ, 12 ઓગસ્ટ (હિ.સ.) : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત તારીખ 02 ઓગસ્ટના રોજ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાનનો પ્રારંભ કર્યો છે. જે આગામી ૧૦૦ સપ્તાહ સુધી ચાલનારું દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન છે. આ અભિયાનનો મુખ્ય હેતુ
જૂનાગઢ જેલના બંદીવાનો માટે નશામુક્ત ભારત અભિયાન અન્વયે જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજાયો


જુનાગઢ, 12 ઓગસ્ટ (હિ.સ.) : દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગત તારીખ 02 ઓગસ્ટના રોજ નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત અભિયાનનો પ્રારંભ કર્યો છે. જે આગામી ૧૦૦ સપ્તાહ સુધી ચાલનારું દેશવ્યાપી જનજાગૃતિ અભિયાન છે. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોને ડ્રગ્સ અને નશાથી દૂર રાખીને સ્વસ્થ અને સશક્ત ભારત બનાવવાનો છે.

જે અંતર્ગત પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય ડૉ. કે.એલ.એન.રાવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાકેશ બારોટ જેલ અને સુધારાત્મક વહીવટ, ગુજરાત રાજ્ય, અમદાવાદ, નાયબ પોલીસ મહાનિરીક્ષક જેલ, રાજકોટ ઝોન ડો. ગિરીશ પંડયા, જિલ્લા જેલ અધિક્ષક નાસિરૂદ્દીન એસ.લોહાર આ સર્વેના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના યુવા અને રમત ગમત મંત્રાલય (MY BHARAT) તથા સુફી ઇસ્લામિક બોર્ડના સંયુક્ત સહયોગથી જૂનાગઢ જિલ્લા જેલના બંદીવાનો માટે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારનો મુખ્ય હેતુ નશામુક્ત જીવનશૈલી અંગે જાગૃતિ લાવવી, સ્વદેશી ભારત અને નશા મુક્તયુવા પ્રતિજ્ઞા માટે પ્રેરણા આપવાનો હતો. આ પ્રસંગે તમામ અતિથિઓ તથા અધિકારીઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યારે જૂનાગઢ જિલ્લા જેલમાં રહેલા આશરે ૨૦૦ બંદીવાનોએ પ્રત્યેક્ષ તથા બાકીના તમામ બંદીવાનોએ રેડીયો પ્રિઝન મારફતે લાભ લીધો હતો.

તેમજ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે નશામુક્ત ભારત અંગેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સમુહમાં રાષ્ટ્રગાન કરી જેલર ગૃપ-૦૨ જી.આર.વણઝારા દ્વારા તમામ પદાધિકારીઓ તથા સભ્યશ્રીઓની આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેલર ગૃપ-૦૨ જી.આર.વણઝારા તથા જેલર ગૃપ-૦૨ એન.પી.સાંખટનાઓ તથા તેઓની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં જેલ સલાહકાર સમિતિના સભ્ય તથા જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશભાઈ પોશિયા, જેલ સલાહકાર સમિતિના સભ્ય તથા ધારાસભ્ય સંજય કોરડીયા, ભાવેશભાઈ કચાડા, ચંદુભાઈ જે.મકવાણા, કનકબેન એચ.વ્યાસ, D.L.S.A ગીર સોમનાથના સેક્રેટરી જજ એસ.ડી.પટેલ, D.L.S.A જુનાગઢના સેક્રેટરી જજ ડી.કે. ચંદનાણી, રક્ષા વિશેષજ્ઞ હિરેનભાઈ કોટેક, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના પૂર્વ સભ્ય જજ અને સૂફી ઇસ્લામિક બોર્ડના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તેમજ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અનવર હુસૈન શેખ, ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ અમન શેખ ઉપસ્થિત રહ્યા હતા. તેમ જિલ્લા જેલ અધિક્ષક, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande