
મહેસાણા, 12 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા કૃષિ ઉપજ બજાર સમિતિ (APMC)માં બુધવારે વિવિધ કૃષિ પેદાશોની આવક નોંધાઈ હતી. આજે રજકા બીના ભાવમાં મજબૂતી જોવા મળી હતી. રજકા બીનો મહત્તમ ભાવ ₹9,815 પ્રતિ 20 કિલો રહ્યો હતો, જ્યારે ભાવ ₹7,450થી ₹9,815 વચ્ચે નોંધાયા હતા. રજકા બીની 29 બોરી આવક થઈ હતી. અગાઉ મહત્તમ ભાવ ₹8,950 હતો, જેની સરખામણીએ ₹865નો વધારો થયો છે.
બીજી તરફ, મહેસાણા APMCમાં એરંડાની સૌથી વધુ 1,228 બોરી આવક નોંધાઈ હતી. એરંડાના ભાવ ₹1,387થી ₹1,425 પ્રતિ 20 કિલો રહ્યા હતા. રાયડાની 47 બોરીની આવક સામે ભાવ ₹1,483થી ₹1,489 રહ્યા હતા.
અનાજમાં ઘઉંની 68 બોરીની આવક સાથે ભાવ ₹470થી ₹551 અને બાજરીની 10 બોરી સામે ₹460થી ₹475 પ્રતિ 20 કિલો રહ્યા હતા. ગવારની 10 બોરીની આવક સાથે ભાવ ₹987થી ₹1,021 રહ્યા હતા. સુવાની 6 બોરીના ભાવ ₹1,640થી ₹1,671 અને અજમાની 10 બોરીના ભાવ ₹2,471થી ₹2,955 પ્રતિ 20 કિલો નોંધાયા હતા.
મર્યાદિત આવક અને ગુણવત્તાયુક્ત માલની માંગને પગલે રજકા બીના ભાવમાં તેજી જોવા મળી છે, જ્યારે અન્ય પેદાશોમાં ભાવ સ્થિર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR