ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોનો સમગ્ર ભારતમાં ડંકો
- સમગ્ર મંત્રીમંડળે ગુજરાતની આરોગ્ય સિદ્ધિઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ‘નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ નિમિત્તે નવી
ગાંધીનગર


- સમગ્ર મંત્રીમંડળે ગુજરાતની આરોગ્ય સિદ્ધિઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા

ગાંધીનગર, 12 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાતે અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ‘નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ નિમિત્તે નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘૧૬મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ સમારોહમાં ગુજરાતને ત્રણ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.

અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે દેશભરમાં અગ્રણી સ્થાન ધરાવતી IKDRC સંસ્થાને Excellence in Leading Government Hospital in Organ Transplantation એવોર્ડ,

• મૃત દાતાઓમાંથી સફળતાપૂર્વક અંગોના રીટ્રીવલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને *Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)નો એવોર્ડ

• બ્રેઇન સ્ટેમ ડેથની સમયસર ઓળખ, સ્વજનોનું સંવેદનશીલ કાઉન્સેલિંગ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલને Best Brain Stem Death Teamનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

ગુજરાતના આરોગ્ય વિભાગને મળેલી આ ગૌરવસિદ્ધિના એવોર્ડ્સ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રસ્તુત કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સમગ્ર મંત્રી મંડળે આરોગ્ય વિભાગની આ પ્રશંસનીય કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande