પોરબંદર હજુ દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં થાય, ઘાસચારા માટે સર્વે શરૂ : કલેકટર
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં વરસાદની ખેંચનાકારણે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી રહી છે. અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ ન પડતાં વાવેતર અટક્યું છે, જ્યારે વાવેતર થયેલા પાક પર પણ વરસાદના અભાવે નુકસાનનું સંકટ ઊભું થયું છે. આ સ્થિતિ વ
પોરબંદર હજુ દુષ્કાળગ્રસ્ત જાહેરનહીં થાય, ઘાસચારા માટે સર્વેશરૂ : પોરબંદર જિલ્લા કલેકટર


પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં વરસાદની ખેંચનાકારણે ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી રહી છે. અનેક વિસ્તારોમાં પૂરતો વરસાદ ન પડતાં વાવેતર અટક્યું છે, જ્યારે વાવેતર થયેલા પાક પર પણ વરસાદના અભાવે નુકસાનનું સંકટ ઊભું થયું છે. આ સ્થિતિ વચ્ચે ખેડૂત સંગઠનો અને વિપક્ષ દ્વારા પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા તથા પશુઓમાટે તાત્કાલિક ઘાસચારો ઉપલબ્ધ કરાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆત દરમિયાન જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે ઓછા વરસાદને લઈને તંત્રને અનેક રજૂઆતો મળી છે. ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ, કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે વાવેતર બાકી હોવા તેમજ પશુપાલકો માટે ઘાસચારાની વ્યવસ્થા અંગે રજૂઆતો મળી છે. સરકારના ઠરાવ મુજબ આ અંગે કમિટી બનાવી ગામવાર સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.સર્વેમાં કયા ગામમાં કેટલા ઘાસચારાની જરૂરિયાત છે તેનો અંદાજ મેળવવામાં આવશે. સર્વે પૂર્ણ થયા બાદ જરૂરિયાત મુજબ ઘાસચારા વિતરણનું આયોજન કરવામાં આવશે. સાથે જવન વિભાગ પાસે ઉપલબ્ધ ઘાસચારાના જથ્થાની પણ ચકાસણી ચાલી રહી છે. ખેડૂતો અને પશુપાલકોને ઘાસચારો મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે વિતરણની વ્યવસ્થા અંગે પણ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.

પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે હાલ ચોમાસાની સિઝન બાકી હોવાથી તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવું વહેલું ગણાશે. જો આગામી સમયમાં વરસાદ ઓછો રહે અથવા વરસાદના બે ગાળા વચ્ચેનો સમયગાળો વધુ રહેતો સરકારની જોગવાઈ મુજબ ઘાસચારા સહિતની જરૂરી વ્યવસ્થા ઊભી કરી શકાશે. હાલ પોરબંદર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande