
પોરબંદર, 12 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર
જિલ્લાના બખરલા વાડી વિસ્તારમાં આવેલી વાડીના કૂવામાંથી મધ્યપ્રદેશના 21 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર
મચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર
પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી.
ફાયર
એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમે ભારે જહેમત બાદ કૂવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો
હતો. મૃતકની ઓળખ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના લુવારી ગામના રહેવાસી ગૌતમ અશોક, ઉંમર આશરે 21 વર્ષ, તરીકે થઈ છે. આ ઘટના બખરલા વાડી વિસ્તારના કૂવામાં બની હતી. વાડી
માલિક દિલીપભાઈ લાખાભાઈ ખુટ્ટી છે.ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી
કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ
કામગીરી પૂર્ણ કરી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.આ
બનાવને પગલે બખરલા વાડી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે.
ઘટનાની વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી સંબંધિત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી
રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya