
અમદાવાદ, 12 ઓગસ્ટ (હિ.સ.) : અમદાવાદમાં એસજી હાઇવે પર નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકીને યુવકે ફાંસો ખાધો.
એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકીને યુવકે ફાંસો ખાધો છે. મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે અમે સવારે આઠ વાગ્યે અહીં પહોંચ્યા ત્યારે પણ આ યુવક લટકેલો જોવા મળ્યો હતો. હાલમાં મૃતદેહને ઉતારી લેવાયો છે.
મૃતક યુવકનું નામ પ્રીતમસિંહ છે જેની ઉંમર 22 વર્ષ છે. યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો.
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન ભૂકણે જણાવ્યું કે એક વ્યક્તિની બોડી લટકતી હોવાનો મેસેજ મળતા ટીમ પહોંચી હતી. યુવકે શા માટે આત્મહત્યા કરી તેની તપાસ કરવામાં આવશે.
મૃતદેહને નીચે લાવવામાં આવી રહ્યો છે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ