આદિત્યાણામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા
પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસ શરૂ થતાં ની સાથે જુગારીઓ મેદાને આવ્યા છે. પોરબંદર પોલીસ પણ જુગારીઓ સાથે લાલ આખા કરી હોય તેમ પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ દ્વારા આદિત્યાણા ગામના દાદરસીમ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી રોનપોલીસનો જુગાર રમતા 6 શખ્સ
આદિત્યાણામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા.


પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ માસ શરૂ થતાં ની સાથે જુગારીઓ મેદાને આવ્યા છે. પોરબંદર પોલીસ પણ જુગારીઓ સાથે લાલ આખા કરી હોય તેમ પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ દ્વારા આદિત્યાણા ગામના દાદરસીમ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તી રોનપોલીસનો જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.26,300 રોકડા સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

રાણાવાવ પોલીસનો સ્ટાફ નાઈટ રાઉન્ડ દરમિયાન પેટ્રોલિંગમાં હતા. ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે આદિત્યાણા ગામના દાદરસીમ વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં હાથબતીના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા 6 ઇસમો ઝડપાયા. પોલીસે વનરાજ ઉર્ફે વનો રાજાભાઈ ખુંટી, પરબત રણમલભાઈ મોઢવાડિયા, રાણા ભીખુભાઈ છેલાર, જેસા નેભાભાઈ કુછડીયા, વેજાભાઈ નાથાભાઈ ખુંટી અને વિરમ રાજાભાઈ બોખીરીયાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande