સિદ્ધપુર તાલુકાના સુજાણપુરમાં યુવકે બંધ મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામે જયમીનકુમાર વિષ્ણુભાઈ નાઈ નામના યુવકે રિપેરિંગ હેઠળના બંધ મકાનમાં પંખાના હુક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. 22 ઓગસ્ટની રાત્રે પરિવારજનોએ જયમીન ફોન ન ઉપાડતાં તેની શોધખોળ
સિદ્ધપુર તાલુકાના સુજાણપુરમાં યુવકે બંધ મકાનમાં પંખાના હુક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.


પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ગામે જયમીનકુમાર વિષ્ણુભાઈ નાઈ નામના યુવકે રિપેરિંગ હેઠળના બંધ મકાનમાં પંખાના હુક સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

22 ઓગસ્ટની રાત્રે પરિવારજનોએ જયમીન ફોન ન ઉપાડતાં તેની શોધખોળ શરૂ કરી હતી. ભાડાના મકાને તાળું જોવા મળતાં રિપેરિંગ હેઠળના જૂના મકાને તપાસ કરાઈ હતી.

મકાનનો દરવાજો ખોલીને તપાસ કરતાં જયમીન ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિવારજનોએ 112ને જાણ કરી તેને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. યુવકે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે સિદ્ધપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande