ઊના પાલિકા મુલાકાતે વિકાસકાર્યોની, સમીક્ષા પણ કરાઈ
ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપી અમલમાં મૂકવા માર્ગદર્શન: કમિશનર ઊના પાલિકા મુલાકાતે વિકાસકાર્યોની સમીક્ષા પણ કરાઈ ઉના નગરપાલિકા ની ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર રમિયા મોહને મુલાકાત લઈ શહેરમાં ચાલી રહેલા વિવિધ વ
ઊના પાલિકા મુલાકાતે વિકાસકાર્યોની સમીક્ષા


ગીર સોમનાથ 23 ઓગસ્ટ (હિ.સ.)

ગીર સોમનાથ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપી અમલમાં મૂકવા માર્ગદર્શન: કમિશનર ઊના પાલિકા મુલાકાતે વિકાસકાર્યોની સમીક્ષા પણ કરાઈ

ઉના નગરપાલિકા ની ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર રમિયા મોહને મુલાકાત લઈ શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી.

કમિશનરની મુલાકાત દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર ચૌહાણ અને પદાધિકારીઓ, અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી અને શહેરના વહીવટ તેમજ નાગરિકલક્ષી સેવાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

મુલાકાત દરમિયાન ઉના શહેરમાં હાલ અમલમાં રહેલા વિવિધ વિકાસલક્ષી કામોની પ્રગતિ, કામગીરીની ગુણવત્તા તથા આગામી સમયમાં હાથ ધરાનારા આયોજન અંગે વિગતો મેળવવામાં આવી હતી.અને નગરપાલિકાના સુચારુ વહીવટ, વહીવટી કામગીરી, સ્વચ્છતા વ્યવસ્થા, શહેરની સુંદરતા તેમજ નાગરિકોને મળતી સેવાઓની સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

શહેરમાં વિકાસના કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી આયોજન અને કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો હતો.

શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવવા ઉપરાંત રસ્તા, પાણી, ગટર, લાઇટિંગ સહિતની નાગરિકલક્ષી સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા માટેના આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી. માટેના આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી.

નગરપાલિકાના હાલના કામો ઉપરાંત આગામી સમયમાં જરૂરી એવા વિકાસકાર્યોને પ્રાથમિકતા આપીને તબક્કાવાર અમલમાં મૂકવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કમિશનરની મુલાકાત દરમિયાન ઉના નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા વિવિધ વિકાસકાર્યોની પ્રગતિ અને નગરજનોને પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande