જામનગરમાં કારમાંથી ગેરકાયદે 'ડાર્ક ફિલ્મ' દૂર કરવા ઝુંબેશ : પોલીસની ડ્રાઇવ વાહનચાલકો વિરૂધ્ધ કાર્યવાહી
જામનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂપે પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના ભાગ રૂપે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જીલ્લા તમામ પોલીસ મથકને ટ્રાફિક ડ્રાઇવ યોજવાનો આદેશ
પોલીસ ડ્રાઇવ


જામનગર, 19 ઓગસ્ટ (હિ.સ.) :

જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગ રૂપે પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેના ભાગ રૂપે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા જીલ્લા તમામ પોલીસ મથકને ટ્રાફિક ડ્રાઇવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જેના અનુસંધાને જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાની રાહબારી હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયાની સુચનાથી સ્ટાફ દ્વારા ગઈકાલે તળાવની પાળ, મહાપ્રભુજીની બેઠક, નૂરી ચોકડી વિસ્તાર, પવનચક્કી વિસ્તાર તથા દરબારગઢ વિસ્તાર નજીક ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ હતી.

જેમાં 42 થી વધુ વાહનો ડીટેઇન કરાયા અને 2 મહેન્દ્ર થાર, વર્ના, સ્વીફ્ટ જેવી કારમાં ડાર્ક ફિલ્મ ફિલ્મ દૂર કરવામાં આવી હતી. તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને પણ ડીટેઇન કરાયા હતા. તેમજ 12,600 નો હાજર દંડ વસુલાયો હતો. સિટી-એ ડિવિઝન પોલીસની કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande