
ગીર સોમનાથ, 19 ઓગસ્ટ (હિ.સ.) : હાલમા યુવાધનમાં નશીલા પદાર્થોના વધતા જતા વ્યાપને ડામવા તથા સમાજમાં નશીલા પદાર્થોના સેવનથી થતા નુકશાન અંગે જનજાગૃતી ફેલાવવા માટે પોલીસ અધિક્ષક ગીર સોમનાથ પો.સ્ટાફ સાથે “નશામુક્ત સમાજ-સ્વસ્થ સમાજ” અંતર્ગત વેરાવળ આઇ.ડી.ચૌહાણ સ્કુલ ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમા સ્કુલના આચાર્ય તથા શિક્ષકગણ તેમજ આશરે ૩૦૦ જેટલા વિધાર્થીઓએ કાર્યક્રમ નિહાળેલ.
આ કાર્યક્રમમા નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થય, શિક્ષણ, પરીવાર તથા સામાજીક જીવન પર થતી નકારાત્મક અસરો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તેમજ વિધાર્થીઓ તથા યુવાનોને કોઇપણ પ્રકારના નશીલા પદાર્થોથી દુર રહેવા તથા પોતાના મીત્રો, કુટુંબીજનો અને આસપાસના લોકોને પણ નશાથી દુર રાખવા પ્રેરીત કરવામા આવેલ.કાર્યક્રમ દરમિયાન વિધાર્થીઓ તથા હાજર સ્ટાફગણને ડ્રગ્સ અંગે જાગૃતી નશાથી બચવાના ઉપાયો અને જરૂરીયાત સમયે યોગ્ય માર્ગદર્શન મેળવવા અંગે માહિતી આપવામા આવી હતી. ઉપસ્થિત સૌએ નશામુકત સમાજના નિર્માણ માટે સહયોગ આપવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમના અંતે નશાને કહો ના, જીવનને કહો હા જેવા સંદેશ સાથે જાગૃતી ફેલાવવામા આવી હતી
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ