પાટણના ખેડૂતોને બાગાયત સહાય માટે ઓનલાઈન અરજીની તક
પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓ હેઠળ 20થી 26 ઓગસ્ટ, 2026 દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પહેલાં પોર્ટલ પર નોંધણી અને આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે. અરજી માટે મોબાઈલ નંબર, અદ્યતન
પાટણના ખેડૂતોને બાગાયત સહાય માટે ઓનલાઈન અરજીની તક


પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની વિવિધ સહાય યોજનાઓ હેઠળ 20થી 26 ઓગસ્ટ, 2026 દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ 2.0 પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી પહેલાં પોર્ટલ પર નોંધણી અને આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત છે. અરજી માટે મોબાઈલ નંબર, અદ્યતન 7/12 અને 8-અની નકલ, આધાર કાર્ડ તથા બેન્ક પાસબુક/કૅન્સલ ચેક જરૂરી છે. અનુસૂચિત જાતિ-જનજાતિના ખેડૂતો માટે જાતિ પ્રમાણપત્ર પણ જરૂરી રહેશે. યોજનામાં સરગવાની ખેતી, આંબા-જામફળની ઉત્પાદકતા વધારવા, ટીસ્યુકલ્ચર ખારેક સહિતના ઘટકો માટે સહાય મળશે. અનુસૂચિત જાતિના ખેડૂતોને પાણીના ટાંકા, વજનકાંટા અને પ્લાસ્ટિક ક્રેટ્સ માટે પણ સહાય ઉપલબ્ધ છે.

ઓનલાઈન અરજી બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરીને તેની પ્રિન્ટ સાચવવી પડશે. અરજી મંજૂર થયા બાદ જ ખરીદી કરવાની રહેશે અને ખરીદી બાદ બીલો તથા જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન ક્લેમ સબમિટ કરવાનો રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande