

પાટણ, 19 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ ગોલ્ડન ચાર રસ્તાથી માર્કેટયાર્ડના ગેટ સુધીના માર્ગ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. ચીફ ઓફિસરની સૂચનાથી ગંદકી અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન નવાગંજ બજાર વિસ્તારમાંથી માર્ગ પર અડચણરૂપ 4 ઝૂંપડા અને 2 કેબિન જપ્ત કરવામાં આવ્યા હતા. ઉપરાંત, રસ્તા પર અડચણરૂપ રીતે ઊભી રાખવામાં આવેલી 3 લારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવ્યો હતો.
પાલિકાના એસ.આઈ. અસમાન પાલે જણાવ્યું હતું કે, વિસ્તારમાં વધતી ગંદકી અને દબાણોને કારણે કાર્યવાહી જરૂરી બની હતી. શહેરના માર્ગો ખુલ્લા રાખવા અને સ્વચ્છતા જાળવવા માટે પાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ દબાણો સામે આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ