જલાલપોરના કરાડી ગામે સેવા સેતુ કાર્યક્રમ અને સ્કીમ સેચ્યુરેશન યોજાયો
નવસારી, 19 ઓગસ્ટ (હિ.સ.) : જલાલપોર તાલુકાના કરાડી ગામે ગાંધી સ્મૃતિ મંદિર ખાતે સેવા સેતુ કાર્યક્રમ અને સ્કીમ સેચ્યુરેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કરાડી તથા આસપાસના ગામોની તાલુકા પંચાયત સીટ હેઠળના તમામ ગામોના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજના
Seva Setu Program


નવસારી, 19 ઓગસ્ટ (હિ.સ.) : જલાલપોર તાલુકાના કરાડી ગામે ગાંધી સ્મૃતિ મંદિર ખાતે સેવા સેતુ કાર્યક્રમ અને સ્કીમ સેચ્યુરેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કરાડી તથા આસપાસના ગામોની તાલુકા પંચાયત સીટ હેઠળના તમામ ગામોના લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો દ્વારા લાભાર્થીઓને યોજનાઓ અંગે જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

આગામી તા. 22 અને 23 ઓગસ્ટના રોજ મંદિર ગામ અને મહુવર ગામ ખાતે કીટ સહાય વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી તેમજ લાભ મેળવવા માટે જરૂરી આવકના દાખલા સહિતના દસ્તાવેજો મેળવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજનથી વિવિધ સરકારી યોજનાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande