પોરબંદર માર્કેટિંગયાર્ડમાં શ્વાન સાથે ક્રૂરતાનો વીડિયો વાયરલ
પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શ્વાન સાથે અત્યંત અમાનવીય અનેક્રૂર વર્તન કરાતું હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે ઉપલબ્ધ થયેલા વીડિયોના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવા
પોરબંદર માર્કેટિંગયાર્ડમાં શ્વાન સાથે ક્રૂરતાનો વીડિયો વાયરલ


પોરબંદર, 19 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં શ્વાન સાથે અત્યંત અમાનવીય અનેક્રૂર વર્તન કરાતું હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે ઉપલબ્ધ થયેલા વીડિયોના આધારે સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, વીડિયોમાં દેખાતી વ્યક્તિના સંદર્ભમાં અનીલ રબારી નામ સામે આવ્યું છે. જોકે, વ્યક્તિની ઓળખ તથા ઘટના અંગેની હકીકતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. ફરિયાદમાં ઘટના સ્થળની તપાસ તેમજ વીડિયોની યોગ્ય ચકાસણી કરવાની માંગ કરાઈ છે. શ્વાન સાથે ક્રૂરતા કરનાર વ્યક્તિ સામેફરિયાદ દાખલ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરી પ્રાણી સાથેક્રૂરતા કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સત્તાવાળાઓ સમક્ષ માંગ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande