ગ્રીન અમદાવાદની દિશામાં અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ(ઔડા)ની અવિરત આગેકૂચ
- કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરનું ગ્રીન સીટી બનાવવા ઔડા દ્વારા વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષારોપણ - ગોધાવી-મણીપુર, અસલાલી, કલોલ-ઓળા-બોરીસણાની વિવિધ ટી.પી.માં 50 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું - સાણંદમાં 15000 જેટલ
Ahmedabad Urban Development Authority (AUDA)'s relentless march towards Green Ahmedabad


Ahmedabad Urban Development Authority (AUDA)'s relentless march towards Green Ahmedabad


Ahmedabad Urban Development Authority (AUDA)'s relentless march towards Green Ahmedabad


- કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્તરનું ગ્રીન સીટી બનાવવા ઔડા દ્વારા

વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષારોપણ

- ગોધાવી-મણીપુર, અસલાલી, કલોલ-ઓળા-બોરીસણાની વિવિધ ટી.પી.માં 50 હજારથી

વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

- સાણંદમાં 15000 જેટલી વિવિધ ઔષધીય વનસ્પતિ ધરાવતા આયુર્વેદિક વનનું નિર્માણ

કરાયું

- શેલામાં આંબા વન, ચીકુ વન, જાંબુ વન, આમળા વન નિર્માણ અંતર્ગત 11000 વૃક્ષો

વાવ્યા

અમદાવાદ,20 ઓગસ્ટ (હિ.સ.) સ્વચ્છ સર્વેક્ષણ 2024-25માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાને રહેલા અમદાવાદને વધુ સ્વચ્છ, વધુ સ્વસ્થ અને વધુ સુંદર બનાવવાના લક્ષ્ય સાથે ઔડા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અવિરતપણે વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવે છે.

અમદાવાદ 2030માં કોમનવેલ્થ ગેમ્સના યજમાની કરવાનું છે ત્યારે શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરનું ગ્રીન સીટી બનાવવાની ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વિવિધ વિસ્તારોમાં મોટા પાયે વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ ઝુંબેશ અંતર્ગત નગર રચના યોજના નં. 429 (ગોધાવી-મણીપુર) એફ.પી. 381/1 માં 11200 ; નગર રચના યોજના નં. 129 (અસલાલી) એફ.પી.435 માં 12000 અને નગર રચના યોજના નં. 5 (કલોલ-ઓળા-બોરીસણા) એફ.પી. 381 માં 27000 મળીને કુલ 50 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત નગરરચના યોજના નં. 11 (સાણંદ) એફ.પી.40 માં વિશેષરૂપે એક આયુર્વેદિક ગાર્ડનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 15000 વિવિધ ઔષધીય, સ્થાનિક તથા પર્યાવરણને અનુકૂળ પ્રજાતિઓના વૃક્ષો અને છોડનું વાવેતર કરવામાં આવેલ છે. આ ઔષધીય વૃક્ષો અને છોડમાં બ્રાહ્મી, હરડે, તુલસી, અરડુસી, માધવીલતા, પાનફુટી, સર્પગંધા, ચણોઠી, નાગરવેલ, ગુગળ, હડજોડ, જેવી વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

આ આયુર્વેદિક ગાર્ડનના નિર્માણથી ઔષધીય વનસ્પતિઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવા સાથે નાગરિકો તથા વિધાર્થીઓમાં વિવિધ ઔષધીય વનસ્પતી અને વિવિધ વનસ્પતિ પ્રજાતિઓ અંગે જાગૃતિ કેળવવાનો હેતું પણ સિધ્ધ થશે.

આ સિવાય નગર રચના યોજના નં. 1 (શેલા) એફ.પી. 189 માં 11000 વિવિધ વૃક્ષોનું વાવેતર રવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ વિભાગમાં આંબા વન, ચીકુ વન, જાંબુ વન, આમળા વન, વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ વૃક્ષોના વાવેતરથી આ વિસ્તારોની હરિયાળીમાં વધારો થશે તથા જૈવવિવિધતા જાળવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે. શહેરના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો થાય અને પ્રદૂષણની માત્રામાં ઘટાડો થાય તથા સ્વચ્છ હવાના પ્રમાણમાં વધારો થાય તે દિશામાં ઔડા સતત કાર્યશીલ રહે છે. શહેરની આસપાસના સત્તામંડળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોને વધુ ને વધુ હરિયાળા બનાવી નાગરિકોના જીવનધોરણમાં સુધાર માટે ઔડા પ્રતિબદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande