



પોરબંદર, 20 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના
અલગ-અલગ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી
શાખાના અધિકારી વિજયભાઈ ઠકરાર અને રાજભાઈ છાત્રોડીયાની ટીમે શહેરના જુના ફૂવારા, પ્લાઝા
ક્રોસલેન, પ્લાઝા ટોકિઝવાળી ગલી, ખોજાખાના, જ્યુબેલી રોડ, રેલવે સ્ટેશન
વિસ્તાર સહિતના વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડ, પાણીપુરી, રસના
ધંધાર્થીની લારીઓ-દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. ચેકીંગ દરમિયાન ધંધાર્થીઓને ફૂડ
સેફ્ટીના નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી અને ફૂડ સેફ્ટીના નિયમો અંગેના
સર્ક્યુલરમાં ખાણીપીણીના ધંધાર્થીઓની સહી લેવાઈ હતી.
આ ચેકીંગ સમયે ખોજાખાના સામે આવેલ ચિરાગ રેસ્ટોરન્ટમાંથી
વાસી ભાત, શાક, સલાડ અને
મંચુરીયનનો 10 કિલો અખાદ્ય
જથ્થો, એમ.જી. રોડ પર આવેલ મુનપેલેસ હોટેલ સામે
અન્નપૂર્ણા પાર્સલ પોઈન્ટ દુકાનમાંથી વાસી ભાત, 4 કિલો ક્રિમનો જથ્થો સહિત બંને માંથી કુલ 14 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો તેમજ
અસ્વચ્છતા, ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરનાર
ધંધાર્થીઓ પાસેથી રૂા. 9500 નો વહીવટી
ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આમ, જન્માષ્ટમીનો
તહેવાર નજીક આવી રહ્રાો છે ત્યારે ફૂડ સેફ્ટી શાખા દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ
કરનાર વિરૂદ્ઘ સઘન ચેકીંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya